Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો માટે ૬૫ ઉમેદવારો મેદાનેઃ આપે ૧૧ બેઠકો ઉપર દાવ અજમાવ્યો

નો-રીપીટની સાથે ભાજપે ૧ બેઠક સિવાય નો-રીપીટની પોલીસી અપનાવી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૨૪ :. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામતો જાય છે. એકબીજા ઉમેદવારને ભરી પીવા દરેક પક્ષો અને અપક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગત વખતે તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ૧૫ બેઠકો ઉપર વિજય મેળવી સત્તા ભાજપ પાસેથી ઝુંટવી લીધી હતી. જ્યારે ભાજપના ફાળે ૪ અને ૧ અપક્ષને બેઠક મળી હોય છતા ભાજપે સત્તાનું સુકાન સંભાળવા જાદુ ચલાવતા ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસના સદસ્યો ભળી જતા સત્તા ભાજપના ફાળે આવી ગયેલ છતા નવી ચૂંટણી આવતા નો-રીપીટની પોલીસી મોવડી મંડળમાંથી પસાર થયેલ હોય ભાજપે ૨૦ બેઠકોમાંથી એક માત્ર દેરડીની બેઠક પરના ધારાબેન સુરેશકુમાર કયાડાને રીપીટ કર્યા, સામાપક્ષે એક પણ બેઠક ઉપર રીપીટ કરેલ નથી. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કરવા તાલુકા પંચાયતની ૧૧ બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ટીકીટ આપી છે.

ભાજપે કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરી ભાજપમાં જોડાયેલને પણ ટીકીટ આપેલ નથી. નવા મુરતીયાઓ જ મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે તાલુકા પંચાયતમાં બહુમતીથી સત્તા હાંસલ કરવા તમામ પાસાઓનો વિચાર કરી વ્યુહરચના ઘડી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધેલ છે. ગામડે ગામડે ચૂંટણીલક્ષી મીટીંગો અને કાર્યાલયના ઉદઘાટનો શરૂ થઈ ગયા છે. કોંગ્રેસે પણ નવા જ ઉમેદવારોને તક આપી છે જો કે ૨૦માંથી ૧ બેઠક પીઠડીયામાં એનસીપીએ ટીકીટ આપી નથી. તાલુકા પંચાયતની સત્તા મેળવવા તમામ પ્રયત્નો શરૂ કરી દીધેલ છે, તો આમ આદમી પાર્ટીએ પણ પગપેસારો કરતા ૧૧ બેઠકો ઉપર મુરતીયાઓને ટીકીટ ફાળવી છે. સાથે સાથે અપક્ષો પણ મેદાનમાં હોય કોણ બાજી મારશે ? કોની બહુમતીથી સરકાર રચાશે કે ટેકાવાળી રહેશે ? તે જોવુ રહ્યું. તાલુકા પંચાયતની ૨૦ સીટોમાં અમરનગરમાં ૨, આરબ ટીંબડી-૬, બોરડી સમઢીયાળા-૩, ચાંપરાજપુર-૩, ચારણીયા ૫, દેવકી ગાલોળ ૩, જેતલસર ગામ-૩, જેતલસર જંકશન-૨, કેરાળી-૩, મેવાસા ૪, મોટા ગુંદાળા-૫, પાંચ પીપળા-૪, પેઢલા-૩, પીઠડીયા-૨, ખીરસરા-૪, ઉમરાળી-૬, વિરપુર(૧) - ૨, વિરપુર (૨)-૨, વાડાસડા-૩, થાણાગાલોણ-૩ ઉમેદવારો મેદાનમાં છે. આગામી તા. ૨૮-૨ રવિવારના રોજ મતદાન થશે.  જોવાનુ એ રહ્યુ કે કોણ મતદારોને રીઝવી પોતાના તરફ ખેંચી મતદાન કરાવી શકે છે.

(2:42 pm IST)
  • મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કહેરનો ખતરો : મહારાષ્ટ્ર બોર્ડરના જિલ્લામાં એલર્ટ : આરોગ્યમંત્રીએ જિલ્લા ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપ સાથે બેઠક કરી :કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા આદેશ : મહારાષ્ટ્રથી આવનાર પ્રવાસીઓને થર્મલ સ્ક્રીનિંગ કરાશે : મોટા મેળાવડા સહિતના આયોજન પર રોક લગાવાઈ access_time 11:20 pm IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,886 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,46,432 થઇ :એક્ટિવ કેસ 1,48,691 થયા: વધુ 11,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,36,432 થયા :વધુ 141 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 742 થયા access_time 1:09 am IST

  • ત્રંબામાં સાંજે પ્રથમવાર મુખ્યમંત્રીની જાહેરસભા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટ શહેર-જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સાંજે ૭ વાગ્યે ત્રંબા કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાજપનો પ્રચાર કરશે. ગામમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા પ્રથમ વખત યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભૂપત બોદર ચૂંટણી લડી રહ્યા છે. access_time 4:13 pm IST