Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

વાંકાનેરમાં ભાજપમાં ભડકો :યુવા ભાજપ ઉપપ્રમુખ સહિત 100 કાર્યકરો લુણસર ગામે કોંગ્રેસમાં જોડાયા

જિલ્લા યુવા ભાજપ ખજાનચી ભાવેશ પટેલ, લુણસર ગ્રા. પં. ના સદસ્ય વિનુભાઇ પટેલ સહીતના આગેવાનો, કાર્યકરો કોંગ્રેસમાં સામેલ

મહાનગરપાલિકાઓમાં ભાજપના ભવ્ય વિજયને વધાવાઇ રહ્યો છે જયારે કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. આ પરિસ્થિતિમાં વાંકાનેરના લુણસર ગામે ૧૦૦ જેટલા આગેવાનો કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા પંજાનો ખેસ ધારણ કરનારાઓને ઠેર ઠેરથી અભિનંદન આવકાર મળી રહ્યા છે. અને આનંદ ઉમંગનો માહોલ સર્જાયો છે. વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ સહિત લુણસર ગામના ૧૦૦ બીજેપી કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ગાબડુ પડયું છે.

 વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ નીતીનભાઇ પટેલ, મોરબી જીલ્લા યુવા ભાજપ ખજાનચી ભાવેશભાઇ પટેલ, લુણસર ગ્રાનમ પંચાયતના સદસ્ય વિનુભાઇ પટેલ સહિત લુણસર ગામના ભાજપ આગેવાનો, કાર્યકરો સહિત ૧૦૦ જેટલા લોકો કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં મોટું ભંગાણ થયું છે.

કોંગ્રેસમાં જોડાયેલા તમામ આગેવાનો, કાર્યકરોને વાંકાનેર કોંગ્રેસના ધારાસભ્ય જાવેદમીયા પીરજાદાએ આવકારી અભિનંદન પાઠવ્યા છે. તો વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ નીતીનભાઇ પટેલ તથા મોરબી જિલ્લા યુવા ભાજપ ખજાનચી ભાવેશભાઇ પટેલને પંજાનો ખેસ પહેરાવી શુભકામનાઓ આપી હતી.

(12:56 pm IST)
  • હૈકરોએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલને બનાવ્યા નિશાન : ઈ-મેલ હૈક કરીને લોકો પાસે માંગી રકમ : પોલીસ તપાસ શરૂ :હૈંકરોએ પૂર્વ ગવર્નર -પૂર્વ કેબિનેટ સચિવ પ્રભાતકુમારનો ઈમેલ આઈડી હૈક કરીને તેના કેટલાય પરિચિતો પાસેથી પૈસા મંગાવ્યા : પૂર્વ રાજ્યપાલ પ્રભાતકુમારે નોઈડા થાના સેક્ટર -39માં ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી access_time 12:23 am IST

  • ત્રંબામાં સાંજે પ્રથમવાર મુખ્યમંત્રીની જાહેરસભા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટ શહેર-જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સાંજે ૭ વાગ્યે ત્રંબા કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાજપનો પ્રચાર કરશે. ગામમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા પ્રથમ વખત યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભૂપત બોદર ચૂંટણી લડી રહ્યા છે. access_time 4:13 pm IST

  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST