Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

જામનગરમાં પત્નિ રીસામણે ચાલી જતા પતિએ ઝેરી દવા પી લઇને મોત મીઠુ કર્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪: અહીં સુભાષ પાર્ક ભાનુ પેટ્રોલપંપની આગળ મહેશભાઈ લાખાભાઈ પરમાર, ઉ.વ.૪૪ એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર મહેન્દ્રભાઈ લાખાભાઈ પરમાર, ઉ.વ.૪ર, રે. સુભાષ પાર્ક ભાનુ પેટ્રોલ પંપની આગળ, જામનગરવાળા પોતાની પત્ની પોતાનાથી રિસાઈને તેના માવતરે ચાલી ગયેલ હોય જેથી તેને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા મરણ થયેલ છે.

બાઈક ચાલકે મોપેડ મોટરસાયકલને હડફેટે લેતા ગંભીર ઈજા

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, બેડી બંદર રોડ, ભુતીયા બંગલા સામે અંબીકા ડેરી સામે રોડ ઉપર ફરીયાદી યુવરાજસિંહના નાના ભાઈ બ્રીજરાજસિંહ પોતાનું મોટરસાયકલ ટી.વી.એસ. જુપીટર જેના રજી.નં. જી.જે.૧૦–ડી.ડી.–૮૮૧૪ વાળુ લઈને બેડી બંદર રોડ, ભુતીયા બંગલા સામે અંબીકા ડેરી બાજુ ડીવાડર થી યુટર્ન કરી રોડ ક્રોસ કરવા જતા સામેના રોડ પર વચ્ચે પહોંચતા ડી.કે.વી. સર્કલ તરફથી આવતી આરોપી એક હોન્ડા કંપનીનું મોટરસાયકલ જેના રજી નં.જી.જે.–૧૦–સી.કે.–૯૬પ૭ ના ચાલકે પોતાનું મોટરસાયકલ બેફીકરાઈથી તથા પુર ઝડપે ચલાવી આવી ફરીયાદીના ભાઈના મોટરસાયકલ સાથે અકસ્મત કરી માથાના ભાગે હેમેરજ તથા ડાબા પગના ગોઠણથી નીચે નરાના ભાગે સાત ટકા તથા ડાબા પગના પંજાના ત્રીજા નંબરની આગળી કપાઈ ગયેલ તથા ડાબા પગના પંજાની બીજા નંબરની તથા છેલ્લા નંબરની (ચોથી) આંગળીમાં સળીયા નાખીને પ્લાસ્ટીક સર્જરી જેવી ઈજા કરી ગુનો કરેલ છે.

અલ્ટો કારે રીક્ષાને હડફેટે લેતા બે ને ઈજા

પંચ એ પોલીસ સ્ટેશનમાં આરીફભાઈ ગુલમામદભાઈ રાવકુડા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી આરીફભાઈના પિતરાઈ ભાઈ ઈકબાલભાઈ હોથીભાઈ તથા તેઓના મીત્ર રામજીભાઈ બંન્ને રીક્ષા નં. જી.જે.–૧૦– ટી. ડબલ્યુ–૯૬૯૭ વાળી લઈને જતા હોય ત્યારે આરોપી અલ્ટો ફોર વ્હીલ વાહન રજી.નં. જી.જે.–૦૧–આર.પી.–૮૦૭૮ ના ચાલકે પોતાના કબ્જા હવાલાનું ફોર વ્હીલ વાહન પુર ઝડપે બેફીકરાઈથી ચલાવીને રીક્ષાને પાછળથી ઠોકર મારતા રિક્ષા ફંગોળાઈને રોડ નીચે ઉતરી જતા આ ઈકબાલભઈને હેમરેજની તથા મુંઢ ઈજા થતા છોલછાલની ઈજા થયેલ તથા તેની સાથેના રામજીભાઈને માથાામાં ઈજા તથા અને ડાબા પગના અંગુઠામાં ફેકચર ની ઈજા કરી ગુનો કરેલ છે.

મારૂતી ફોરવ્હીલ ચાલકે મહિલાને હડફેટે ઈજા

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મનસુખભાઈ દાનાભાઈ વાઘેલા એ ફરીયાદ નોંધાવી છે કે, લતીપર રોડ દેવીપૂજક વાસ સામે રોડ પર આરોપી મારૂતી ફોરવ્હીલ ગાડી જેના રજી.નં.જી.જે.–૦૬–બી.ટી.–૩૪૯૦ નો ચાલક પુર ઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી આવી ફરીયાદી મનસુખભાઈની દિકરી સાયલબેનને હડફેટે લઈ રોડ ઉપર પછાડી દઈ તેને શરીરેનાની મોટી તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી ગુનો કરેલ છે.

મોટર સાયકલ ચોરાયાની રાવ

મેઘપર પોલીસ સ્ટેશનમાં રાજેશકુમાર વ્રજલાલ રામપ્રસાદ એ ફરીયાદ નોંધાવી છેકે, પોતાનું મોટર સાયકલ જેના રજી.નં. જી.જે.–૧૦–બી.એલ.–૮ર૬ર નું મેઘપર ટાઉશીપ ગેઈટ પાસેના પાર્કિંગ માંથી કોઈ અજાણ્યો ચોર ઈશમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સુખપર ગામે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા : ત્રણ ફરાર

જામનગર : શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. નવલભાઈ નારણભાઈ આશાણી એ ફરીયાદ નોંધાવી છે કે, સુખપર ગામે ફરીયાદ નોંધાવી છે કે, સુખપર ગામે આરોપીઓ ઈસ્માઈલ ઉર્ફે પલો નુરમામદ ઘોઘા, યાકુબ મામદ ઘોઘા, રે. સુખપર ગામ વાળા રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૪ર૦/–ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપીઓ અબ્દુલ ઉર્ફે કાદરી બાવા ઘોઘા, ઉઢા અલીભાઈ ઘોઘા, નામોરી નુરમામદ ઘોઘા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જી.જી.હોસ્પિટલમાં અજાણ્યા પુરૂષનું મોત

જામનગર : નવાગામ ઘેડમાં રહેતા અને સામાજિક સેવા કરતા વિક્રમસિંહ ભીખુભા ઝાલા એ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે આ કામે મરણજનાર કોઈ અજાણ્યો પુરૂષ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ડો.પી.વી. મકવાણા સાહેબના વોર્ડ નં. એમ.એમ–ર માં સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

(12:46 pm IST)