Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

પોરબંદરના રાતડીમાં ગેરકાયદે ખનીજ ખાણ ઉપર દરોડોઃ ચકરડી જનરેટર સહિત ર૦ લાખનો મુદ્દામાલ જપ્ત

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૪ :  તાલુકાના રાતડી ગામે ગેરકાયદે ધમધમતી ખનીજ ખાણ ઉપર ખનીજ વિભાગની ટીમે દરોડો પાડીને પથ્થર કાપવાની ૯ ચકરડી, ટ્રક, ટ્રેકટર જનરેટર સહિત અંદાજીત કુલ ર૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરેલ છે.

જિલ્લા કલેકટર ટી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ ખાણ-ખનીજ વિભાગની ટીમ રાતડીમાં ગેરકાયદે ચાલતી ખનીજ ખાણ ઉપર દરોડો પાડયો હતો. ખનીજ વિભાગની ટીમમાં ભૂસ્તરશાસ્ત્રી રોયલ્ટી ઇન્સ્પેકટર, માઇન્સ સુપરવાઇઝર વગેરે જોડાયા હતાં.

ખાણમાં દરોડો પાડયાં બાદ એસ.પી.ને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તુરંત પોલીસ દોડી આવેલ હતી. દરોડા દરમિયાન ગેરકાયદે ખાણ ચલાવનારા નાસી ગયેલ છે. ગેરકાયદે ખોદકામ અંગે સર્વે બાદ કુલ કેટલી ખનીજ ચોરી તે બહાર આવશે.

(12:45 pm IST)