Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ફાંસલા નાખી સિંહબાળને ઘાયલ કરનાર નવ આરોપીની વેરાવળ કોર્ટમાં જામીન અરજી નામંજૂર

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૪: સોમનાથ જીલ્લાના ખાંભા રેન્જમાંથી વન વિભાગે ફાસલા નાખી સિંહ બાળને ઇજા પહોંચાડનારા શિકારીઓની ટોળીને ઝડપી લીધેલ હતી. આ ગુન્હાના નવ આરોપીઓએ જામીન મેળવવા સેસન્સ કોર્ટમાં અરજી કરેલ જેમાં જીલ્લા સરકારી વકીલની દલીલોના આધારે તમામ આરોપીઓની જામીન અરજી ના મંજૂર કરતો હુકમ કરવામાં આવેલ છે.

ગીર-સોમનાથ જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, ખાંભા રેન્જમાંથી વન વિભાગના આર.એફ.ઓ ગળચર, રતનપરા, એસીએફ દક્ષાબેન ભારાઇ સહીતના સ્ટાફે જંગલ વિસ્તારમાં ફાસલા ગોઠવી વન્ય પ્રાણીઓનો શિકાર કરી તેના શરીરના અંગોનું વેચાણ, વપરાશ કરતી ટોળકીને આજથી થોડા દિવસો પહેલા જ ઝડપેલ છે. જે આરોપીઓ પૈકીના (૧) મણીબેન હબીબ પરમાર (ર) અસ્માલ સમસેર પરમાર (૩) રાજેશ મનસુખ પરમાર (૪) મનસુખ ગુલાબ પરમાર (પ) સમસેર ગુલાબ પરમાર (૬) માનસીંગ ગની પરમાર (૭) અરવિંદ ગની પરમાર (૮) નુરજહા મનસુખ પરમાર અને (૯) ભીખા સમસેર પરમાર એ જામીન મેળવવા માટે પ્રીન્સીપાલ ડ્રીસ્ટીક એન્ડ સેસન્સ કોર્ટ ના જજ શ્રી વિષ્ણુપ્રસાદ ગીરજાશંકર ત્રીવેદી સમક્ષ અરજી કરેલ જે અનુસંધાને દલીલો થયેલ જેમાં જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ આરોપીઓને જામીન મુકત કરવામાં આવે તો સમાજમાં તેના અવળા પ્રત્યાદ્યાતો પડે અને ખોટો મેસેજ જાય તેમજ વન્ય પ્રાણીઓનું જીવન જોખમમાં આવે તેવી દલીલોને માન્ય રાખી તમામ નવ આરોપીઓની જામીન અરજી ના મંજૂર કરતો હુકમ કરેલ છે.

ઉપરોકત ઝડપાયેલા આરોપીઓની અન્ય ગૂન્હાઓમાં સંડોવણી અને આંતર રાજય ગેંગ સામેલ હોવાનું જણાતા સુત્રાપાડા કોર્ટમાંથી રીમાન્ડ મેળવેલ હતા અને રીમાન્ડ પૂર્ણ થતા જામીન મેળવવા કરાયેલ અરજી જયુ. મેજી. સુત્રાપાડા એ ના મંજૂર કરતા તમામ આરોપીઓએ સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી. આ કેસમાં સરકારી વકીલ કેતનસિંહ વાળા જણાવેલ કે, આર્થીક ઉપાજનની લાલચમાં ફસાઇને ગીર અભ્યારણની આસપાસ વસતા લોકો પશુ પક્ષીઓની તસ્કરી કરી અંધશ્રધ્ધાથી પ્રેરાઇને તાંત્રીક હેતુઓ માટે વેચતા હોવાની અને આવા કીસ્સામાં અતિ કઠોળ અભિગમ અપનાવી ઉગતા ડામી દેવામાં ન આવે તો ગીર ની કુદરતી સંપદા અને પ્રાણીઓનું રક્ષણ થઇ શકે નહીં તેના આધારે જામીન અરજી ફગાવી દીધેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

ભાજપ દ્રારા વેરાવળમાં આતશબાજી

ભાજપ દ્રારા આજે તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપની જીત થતા વેરાવળ ખાતે આતશબાજી કાર્યક્રમ યોજાયેલ હતો. ગીર સોમનાથ જીલ્લા ભાજપ દ્રારા વેરાવળ ખાતે આજરોજ મહાનગરપાલિકાઓમાં ભાજપ ની જીત થતા ગીર સોમનાથ જીલ્લાના આગેવાનો તથા કાર્યકરો દ્રારા વેરાવળ ખાતે આતશબાજીનો કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં પ્રદેશ મંત્રી સહીત અનેક આગેવાનો હાજર રહેલ હતા.

સોમનાથ ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્રમાં નિદાન કેમ્પ યોજાયો

સોમનાથ ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર માં વિના મુલ્યે નેત્ર નિદાન તેમજ વ્યસન મુકતી અભીયાનનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પ માં રપ દર્દીઓને ઓપરેશન માટે શિવાનંદ મીશન વિરનગર મોકલવામાં આવેલ ઈન્ડીયનરેયોન જનસેવા ટ્રસ્ટતેમજ સ્વ.રમેશભાઈમસાણી જન સમાજ સંધ દ્રારા આ કાર્ય કરવામાં આવેલ હતું.

વેરાવળ ભીડીયા કોળી સમાજ દ્રારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

વેરાવળ ભીડીયા સંયુકત કોળી સમાજ દ્રારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયેલ હતો જેમાં પ૦૦ થી વધારે દર્દીઓને આ કેમ્પનો લાભ લીધેલ હતો તેમજ દવાઓ પણ વિના મુલ્યે આપવામાં આવેલ હતી.

ગીર સોમનાથ જીલ્લા ટ્રાફીક માર્ગ સલામતી માસનું સમાપન

ગીર સોમનાથ જીલ્લા ટ્રાફીક વિભાગ દ્રારા આખો માસ ટ્રાફીકના અલગ અલગ કાર્યક્રમ યોજાયા હતો તેને સમાપન સમારોહ યોજાયેલ હતો તેમાં સર્ટીફીકેટ આપી તમામની કામગીરી બિરદાવેલ હતી.

  ગીર સોમનાથ ટ્રાફીક પોલીસ દ્રારા માર્ગ સલામતી માસનું આયોનજ થયેલ હતું જેમાં અનેક વિવિધ કાર્યક્રમ યોજાયેલ હતા તેમાં સમાપન સમારોહમાં ડીવાયએસપી બામણીયા,આરટીઓ અધિકારી પી.અને.માગુકીયા,વેરાવળ શહેર પી.આઈ ડી.ડી.પરમાર, પ્રભાસપાટણ રાઠવા સહીત અનેક અધિકારીઓ પોલીસ સ્ટાફ, ટીઆરબી, એનએસએસના જવાનોની ઉપસ્થિતીમાં સમાપન સમારોહ યોજાયેલ હતો તેમાં સારી કામગીરી કરનાર તમામને સર્ટીફીકેટ આપી બહુમાન કરેલ હતું.

(12:43 pm IST)