Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ભાજપ ઉપર મુકેલા વિશ્વાસને સાર્થક કરવા જામનગરના નગરસેવકોની ખાત્રી

કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ વિજય સભા યોજાઇ : ભાજપના આગેવાનો, કાર્યકરો, નગરજનોના ઉપસ્થિત

જામનગર : તસ્વીરમાં વિજય સભામાં ઉપસ્થિત ભાજપના આગેવાનો, કાર્યકરો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૪ :  જામનગર કોર્પોરેશનમાં ભાજપનો ભવ્ય વિજય થતા ગઇકાલે ભાજપના આગેવાનો, કાર્યકરો, નગરજનોની ઉપસ્થિતિમાં વિજય સભા યોજાઇ હતી.

જામનગરમાં મહા નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપને મળેલ ૫૦ સીટો ના જનાદેશ બાદ ચાંદી બજારના ચોકમાં ભારતીય જનતાા પાર્ટી દ્વારા વિજય સભા યોજવામાં આવી હતી. આ વિજય સભામાં ભાજપના નવા ૫૦ કોર્પોરેટર અને ભાજપના નહીં ચૂંટાયેલા ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. વિજય સભામાં ભાજપ ને મળેલ પ્રચંડ બહુમત બાદ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને જામનગરના ધારાસભ્ય આર.સી ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા સહિતના નેેતાઓએ વિજય સભાને સંબોધન કરતા જામનગરમાં જનતા જનાર્દને આપેલા ચુકાદા માટે આભાર વ્યકત કર્યો હતો અને લોકોએ ભાજપ પર મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા પહેલા નવા નગરસેવકો સાથે ખાતરી પણ આપવામાં આવી હતી.(૯.૩)

જામનગરમાં કયાં વોર્ડમાં કોણ વિજેતા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૪ :  સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી - ૨૦૨૧ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા મતવિસ્તારના ૧૬ વોર્ડની મતગણતરી  ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બી.બી.એ., એમ.બી.એ. કોલેજ જામનગર ખાતે મતગણતરી પ્રક્રિયામાં મહાનગરપાલિકાની ૬૪ બેઠકના પરિણામ જાહેર કરાયા છે  પૂર્ણ થતા જે નીચે મુજબ છે.

વોર્ડ નં.

પહેલી બેઠક વિજેતા

બીજી બેઠક વિજેતા

ત્રીજી બેઠક વિજેતા

ચોથી બેઠક

પક્ષ/પાર્ટી

સમજુબેન તેજસીભાઇ પારીયા

જુબેદાબેન એલીયાસભાઇ નોતીયાર

નુરમામદભાઇ ઓસમાણભાઇ પલેજા

કાસમભાઇ જીવાભાઇ જોખીયા

પૂર્ણ કોંગ્રેસ પેનલ

કૃપાબેન આલાભાઇ ભારાઇ

ડિમ્પલબેન જગતભાઇ રાવલ

જયરાજસિંહ અનોપસિંહ જાડેજા

જયેન્દ્રસિંહ મહીંપતસિંહ ઝાલા

પૂર્ણ ભાજપ પેનલ

અલ્કાબા વિક્રમસિંહ જાડેજા

પન્નાબેન રાજેર્ન્દ્રાઇ કટારીયા

સુભાષભાઇ ગિરિજાશંકર જોશી

પરાગભાઇ પોપટભાઇ પટેલ

પૂર્ણ ભાજપ પેનલ

જડીબેન નારણભાઇ સરવૈયા

રચનાબેન સંજયભાઇ નંદાણીયા

કેશુભાઇ મેરૂભાઇ માડમ

પૃથ્વીસિંહ ભરતસિંહ ઝાલા

ભા.જ.પ અને કોંગ્રેસ

 

(ભા.જ.પ)

(કોંગ્રેસ)

(ભા.જ.પ)

(ભા.જ.પ)

 

બીનાબેન અશોકભાઇ કોઠારી

સરોજબેન જયંતીભાઇ વિરાણી

કિશનભાઇ હમીરભાઇ માડમ

આશિષભાઇ મનુભાઇ જોષી

પૂર્ણ ભાજપ પેનલ

જ્યોતિબેન દાદુભાઇ ભારવાડીયા

જશુબા અનિરુધ્ધસિંહ ઝાલા

રાહુલ રાયધનભાઇ બોરીયા

ફુરકાન અકિલગફાર શેખ

બ.સ.પા અને ભા.જ.પ

 

(બ.સ.પા.)

(ભા.જ.પ)

(બ.સ.પા.)

(બ.સ.પા.)

 

પ્રભાબેન કિશોરભાઇ ગૌરેચા

લાભુબેન કાનાભાઇ બંધિયા

અરવિંદભાઇ વલ્લભભાઇ સભાયા

ગોપાલભાઇ ગોરધનભાઇ સોરઠીયા

પૂર્ણ ભાજપ પેનલ

સોનલબેન યોગેશભાઇ કણજારીયા

તૃપ્તિ સુનીલકુમાર ખેતીયા

કેતન વેલજીભાઇ ગોસરાણી

દિવ્યેશભાઇ રણછોડભાઇ અકબરી

પૂર્ણ ભાજપ પેનલ

ધર્મિનાબેન ગુણવંતભાઇ સોઢા

કુસુમબેન હરિહરભાઇ પંડ્યા

ધીરેનકુમાર પ્રતાપરાય મોનાણી

નિલેષભાઇ બિપિનચંદ્ર કગથરા

પૂર્ણ ભાજપ પેનલ

૧૦

ક્રિષ્ના કમલેશ સોઢા

આશાબેન નટવર રાઠોડ

મુકેશ ગાંગજીભાઇ માતંગ

પાર્થ હસમુખભાઇ જેઠવા

પૂર્ણ ભાજપ પેનલ

૧૧

તરૂણાબેન ભરતભાઇ પરમાર

હર્ષાબેન હિનલભાઇ વીરસોડીયા

તપન જશરાજભાઇ પરમાર

ધર્મરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા

પૂર્ણ ભાજપ પેનલ

૧૨

જેનબબેન ઇબ્રાહિમભાઇ ખફી

ફેમિદા રીજવાન જુણેજા

અસલમ કરીમભાઇ ખીલજી

અલ્તાફ ગફારભાઇ ખફી

પૂર્ણ કોંગ્રેસ પેનલ

૧૩

પ્રવિણાબેન જેરામભાઇ રૂપડીયા

બબીતા મુકેશભાઇ લાલવાણી

કેતનભાઇ જેંતીભાઇ નાખવા

ધવલ સુરેશભાઇ નંદા

 ભા.જ.પ અને કોંગ્રેસ

 

(ભા.જ.પ)

(ભા.જ.પ)

(ભા.જ.પ)

(કોંગ્રેસ)

 

૧૪

શારદાબેન ખીમજીભાઇ વિંઝુડા

લીલાબેન દિનેશભાઇ ભદ્રા

જિતેશભાઇ વિનોદભાઇ શિંગાળા

મનીષભાઇ પરસોતમભાઇ કટારીયા

પૂર્ણ ભાજપ પેનલ

૧૫

શોભના રસિક પઠાણ

હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા

જેન્તિલાલ મગનલાલ ગોહિલ 

આનંદભાઇ રામજીભાઇ રાઠોડ

ભા.જ.પ અને કોંગ્રેસ

 

(ભા.જ.પ)

(ભા.જ.પ)

(ભા.જ.પ)

(કોંગ્રેસ)

 

૧૬

ગીતાબા મહાવીરસિંહ જાડેજા

ભારતીબેન અશોકભાઇ ભંડેરી

વિનોદભાઇ નાથાભાઇ ખીમસુર્યા

પાર્થ પરસોતમભાઇ કોટડીયા

પૂર્ણ

ભાજપ પેનલ

મતગણતરી કેન્દ્ર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી રવિશંકર દ્વારા સમગ્ર પ્રક્રિયા પર સતત મોનીટરીંગ કરી. સંપૂર્ણ પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શિતાસહ પૂર્ણ કરવામાં આવેલ  છે.  

(12:01 pm IST)