Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

સુરેન્દ્રનગર માહિતી કચેરીના પ્રવેશ દ્વારના પોપડા પડ્યા

વઢવાણ : સુરેન્દ્રનગર શહેરના કલેકટર કચેરી માં આવેલું માહિતી ખાતાની બિલ્ડિંગના પોપડા ઉખડી જવા પામ્યા છે મુખ્ય પ્રવેશ દ્વારના પોપડા વહેલી સવારે નીચે પડવા પામ્યા છે બિલ્ડીંગ અનેક વર્ષો પુરાની હોવાના કારણે જર્જરિત બની જવા પામી છે. વહેલી સવારે આ બનાવ બન્યો હોવાના કારણે અને માહિતી ખાતાના કર્મચારીઓ કચેરીમાં ઉપસ્થિત ન હોવાના કારણે કોઈપણ જાતની જાનહાની સર્જાઈ ન હતી ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર આ પ્રસાસન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીના પ્રવેશ દ્વારનું રિનોવેશન કામ કરાવી આપવામાં આવે તે જરૂરી બન્યું છે.

(11:52 am IST)