Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ભાજપ ટીમે 'સબકા સાથ સબકા વિશ્વાસ, સબકા વિકાસ' સૂત્રને સાર્થક કર્યુ

કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના વિજયને વધાવતા કચ્છના સાંસદ-પ્રદેશ ગુજરાત ભાજપ મહામંત્રી વિનોદ ચાવડા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૪: કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી ગુજરાતની છ મહાનગરપાલીકામાં ભાજપની જીત થઇ છે. લોકોએ ભાજપ અને ગત ટર્મમાં ભાજપે કરેલ કાર્યોમાં વિશ્વાસ મુકી નવ ભારત નિર્માણના આપણા યશસ્વી લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના સંકલ્પ સાકાર કર્યો છે. વિકાશશીલ ગુજરાતનાં કર્ણધાર શ્રી વિજયભાઇ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભા પટેલ અને સરકાર જનહિતના ત્વરિત નિર્ણયો, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીના તટસ્થ નિર્ણય અને વ્યુરચના સમસ્ત ભાજપ ટીમને 'સબકા સાથ સબકા વિશ્વાસ, સબકા વિકાસ'ના સૂત્ર સાર્થક થયેલ છે.

ગુજરાતનાં બધા જ વિજયી ઉમેદવારને અભિનંદન આપતાં સાંસદશ્રી અને પ્રદેશ ગુજરાત ભાજપ મહામંત્રી શ્રી વિનોદ ચાવડાએ લોકોનો આભાર માન્યો હતો અને મળેલ જીતથી વધતી જવાબદારીને પૂર્ણ કરવા, લોકહિતલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી.

(11:50 am IST)