Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

બેટ દ્વારકામાં શેઠ અશ્વિનભાઇ ધરમશીભાઇ નેણસી પરિવાર દ્વારા પાંચમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

ઓખા : મુળ બેટ દ્વારકાના વતની હાલ મસ્કતમાં રહેતા શેઠશ્રી અશ્વિનભાઇ ધરમશીભાઇ નેણશ પરિવાર દ્વારા બેટ ગામમાં મોહકમસિંહજી ગુરૂદ્વારના પેરીસરમાં રણછોડદાસજી મહારાજના શિષ્ય સદગુરૂ હરિચરણદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને પાંચમો સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ. જેમાં શ્રીરામ સાર્વજનીક હોસ્પિટલના ડો.બલવંતભાઇ દોશી, ડો.ફાલ્ગુનભાઇ ગોંડલીયા, ડો.નિલય ત્રિવેદી, ડો.મિત ઉનડકટ, ડો.જતીન ઓઝા, ડો.ચિરાગ જોશી અને દિપક મિશ્રા સાથે આરોગ્ય ટીમ દ્વારા ૩૫૦ જેટલા દર્દીઓને સારવાર સાથે વિનામુલ્યે દવાઓનુ વિતરણ કરેલ અને કેમ્પમાં આવેલ મોતીયાના દર્દીઓને મોતિયાના ઓપરેશન ગોંડલ ખાતે વિનામુલ્યે કરી આપવામાં આવશે. આ કેમ્પને સફળ બનાવવા શેઠ અશ્વિનભાઇ ધરમશીભાઇ નેણસી પરિવાર મસ્કતના પ્રતિનિધી બીપીનભાઇ ભટ્ટ તથા બેટ દેવસ્થાન સમિીતના ટ્રસ્ટી દિનેશભાઇ બદીયાણી, રવિભાઇ વાઢેર અને રામ સાર્વજનીક હોસ્પિટલ ગોંડલના પ્રતિનિધી ડો.ચિરાગભાઇ જોશી અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર - અહેવાલ : ભરત બારાઇ, ઓખા)

(11:44 am IST)