Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

સુરજકરાડી-દ્વારકામાં જુગાર રમતા ૧૦ શખ્સો ઝડપાયા

ખંભાળીયા તા. ર૪ : સુરજકરાડીના શકિતનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં મીયાઝરભા થાર્યાભા કેર, નટુભા કુંભાભા સુમણીયા, ડેપાભા અમરસંગભા માણેકને રોકડા ર૪૪૦ સાથે ઝડપી લીધા હતા જયારે બીજા દરોડામાં ધીરૂભા હોથીભા માણેક, જીવણભાઇ લખમણભાઇ પ્રજાપતિ, કાલીદાસ વાલદાસાવતને રોકડા ર૧ર૦ની મતા સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. ત્રિજા દરોડામાં દ્વારકાના ગોપાલ ગરેડામાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા નરેશ નાથા કરોડીયા નાના હરજીભરણોયા, રમેશ મંગા સંચાણીયા, સુરેશ મોહન ઇન્દરીયાને રોકડ રૂ.૧પ૮૦ ની મતા સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

(1:48 pm IST)