Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

જામવણથલી આરોગ્ય કેન્દ્રના ડોકટરની બદલી કરાતા ગ્રામજનોમાં રોષ

 ફલ્લા તા. ૨૪: જામનગર જીલ્લાનાં જામવણથલી ગામે આવેલ પી.એસ.આઇ સેન્ટરમાં નિષ્ઠાવાન , પ્રમાણીક ડોકટરની સારી કામગીરીથી આજે આજુબાજુના ૨૪ ગામોના લોકો સેવા લઇ રહ્યા છે. આ આરોગ્ય કેમ્પ છેલ્લા પાંચ વર્ષથી ભારત સરકાર અને ગુજરાત સરકારના  સ્વચ્છતાના તથા કવોલીટી કામગીરીને એવોર્ડ મેળવી રહ્યુ છે. બે માસ પહેલા જ સમગ્ર ભારતના બીજા નંબરનો રાષ્ટ્રીય એવોર્ડ પણ ભારત સરકાર તરફથી મેળવેલ છે. આવી સારી કામગીરી કરવા છતા  આ ડોકટરની બદલી જામનગર મ્યુનીસીપલ કોર્પોરેશનમાં કરી નાખવામાં આવેલ છે.

એક વાત ઉડીને આંખે વળગે એવી છે જ્યારે આ પ્રાથમિક  આરોગ્ય  કેન્દ્રને  સારી કામગીરીનો  એવોર્ડ મળે કે થોડા સમય પછી બદલી કરવામાં આવે છે આ ડોકટરની સારી કામગીરી તેને પેટમાં દુઃખે છે!

આ ડોકટર  ડો. સુભાષ ધમસાણિયાની બદલીથી આજુબાજુના ૨૦ ગામોના સરપંચો , ધારાસભ્ય, જીલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખે પણ રોષ ઠાલવેલ છે. આ બદલ તાત્કાલીક રોકવા માટે જામવંણથલી ગામ તથા આજુબાજુના વીસ ગામોના સરપંચોની માંગણી છે. અન્યથા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

(1:48 pm IST)