Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

મોરબી બેંક લુંટ પ્રકરણમાં એટીએસની ટીમ અને પંજાબ પોલીસ મોરબી દોડી આવી

 મોરબી, તા.૨૪: મોરબીની બેંક લૂંટ કેસમાં પકડાયેલા ચાર આરોપીઓ હાલ દસ દિવસના રિમાન્ડ હેઠળ છે. ત્યારે આ લૂંટારુઓએ પંજાબ સહિતના રાજયોના ખૂંખાર અપરાધીઓ હોવાનું અને ૭૦થી વધુ ગુના આચાર્યા હોવાનું ખુલતાં એટીએસ અને પંજાબ પોલીસે આ તપાસ ઝંપલાવ્યું છે. જેમાં પંજાબના અનેક ગુનામાં ફરાર આ આરોપીઓની તપાસ માટે પંજાબ પોલીસની એક ટુકડી મોરબી આવી છે અને એલસીબી અને સ્થાનિક પોલીસ સાથે પંજાબ પોલીસે લૂંટારુઓની ઉલટ તપાસ હાથ ધરી છે. જયારે આ ખુંખાર આરોપીઓ પાસેથી હથિયારો મળવા અંગે અને અમદાવાદ એટીએસની ટીમે પણ આરોપીઓ અંગે અને અન્ય જરૂરી વિગતો મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.

બેંક રોબરી કરનાર ચાર આરોપીઓ મનદીપસિંગ પાલસિંગ જટ ઉ.વ.૨૯, બલબીરસિંગ ઉર્ફે ગોલી જોગીન્દરસિંગ જટ ઉ.વ.૨૫, અરુણકુમાર શ્રીલાલચંદ મજબી ઉ.વ.૩૦ તથા સંદીપસિંગ ઉર્ફે રવિ ગૃરુંમેલસિંગ ગુર્જર ઉ.વ.૩૦ રહે ચારેય પંજાબ વાળાને પિસ્તોલ નંગ ૬ ધાડમાં ગયેલી બાર બોરની બંદૂક, જીવતા કારતુસ નંગ ૧૩૧ – રોકડા રૂ. ૬.૦૩ લાખ સ્વીફ્ટ કાર, ૩ મોબાઈલ મળીને કુલ રૂ. ૯.૮૮ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને ૧૧ દિવસના રિમાન્ડ પર લીધા છે.

જયારે નાસી ગયેલા બે આરોપીઓ રણજીતસિંગ ઉર્ફે રાણો બલબીરસિંગ મજબી અને સોનુસિંગ સતનામ સિંગ જટ રહે પંજાબને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ લૂંટારુઓ પંજાબ સહિતના રાજયોમાં ૫૦થી વધુ ગંભીર ગુના આચાર્યા હોવાનું બહાર આવતા એટીએસ અને પંજાબ પોલીસે આ કેસની તપાસમાં ઝાપલાવ્યું છે. જેમાં પંજાબ પોલીસની એક ટીમ મોરબી તપાસ માટે દોડી આવી હતી. આ આરોપીઓ પંજાબમાં અનેક ગંભીર ગુના આચરી લાંબા સમયથી ફરાર હોવાથી આ કેસની વધુ તપાસ માટે પંજાબ પોલીસે મોરબી એલસીબી અને સ્થાનિક પોલીસની સાથે આરોપીઓની સદ્યન પૂછપરછ હાથ ધરી છે. એટીએસની ટિમ દ્વારા પણ આ ખુંખાર આરોપીઓ અંગેનો રિપોર્ટ મેળવી જરૂરી માહિતી મોરબી પોલીસ પાસેથી મેળવી છે.

(1:47 pm IST)