Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે સુરેન્દ્રનગર ડેપોની ૩૦થી વધુ બસો ફાળવતા વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો

 વઢવાણ, તા.૨૪: સુરેન્દ્રનગર શહેરમાં આજે મોટાભાગની એસ.ટી બસો સ્ટેમ્પના કાર્યક્રમ અંગે અમદાવાદ ખાતે મોકલવામાં આવતા આજે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ ઉપર અનેક મુસાફરો રઝળી પડ્યા છે ત્યારે દૂર દૂરથી આવતા વિદ્યાર્થીઓ હાલમાં શાળાઓમાં પરીક્ષાઓનું સત્રને અને શાળાઓમાં પરીક્ષાઓ પણ શરૂ થઈ ગઈ હોવાના કારણે આજે વિદ્યાર્થીઓ બસોના આવવાના કારણે અનેક વિદ્યાર્થીઓ રઝળી પડતાં સુરેન્દ્રનગર એસટી બસ ડેપો પર વિદ્યાર્થીઓનું હલ્લાબોલ સર્જાવા પામ્યું છે ત્યારે વિદ્યાર્થી સંગઠનના નેતા યુવરાજસિંહ વિદ્યાર્થીઓની સાથે વિચાર વિમર્શ કરી અને સુરેન્દ્રનગરના એસટી ડેપો પર પહોચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરમાં મોટાભાગની એસ.ટી બસ રૂટો બંધ હોવાના કારણે અનેક મુસાફરો આજુબાજુના ગામોમાં નોકરિયાત વર્ગના લોકો તેમજ વિદ્યાર્થીઓ તેમજ અપડાઉન કરતાં લોકો સહિતના અનેક મુસાફરો એસટી બસ નો વ્યવહાર ખોરવાતા અટવાઈ પડ્યા છે અત્યારે શાયરી જનતામાં પણ રોષની લાગણી છવાઈ જવા પામી છે ત્યારે હાલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે ગામડાઓમાંથી આવતા હોય છે ત્યારે એસ.ટી.ના તમામ રૂટો બંધ હોવાના કારણે આજે રઝળી પડયા છે અને એસટી બસ સ્ટેન્ડ ખાતે હલ્લાબોલ સર્જાયો છે તેઓ હાલમાં જાણવા મળી રહ્યું છે

અંદાજે ૩૦ જેટલી બસો અમદાવાદ ટ્રમ્પના કાર્યક્રમમાં ફાળવતા રોષ જોવા મળ્યો હતો અને આ દિવસ દરમિયાન એસ.ટી. ડેપોને મોટાપાયે નુકશાની પહોંચવાની શકયતાઓ સેવાઈ રહી છે જેમાં અંદાજે ૨ થી ૩ લાખ જેટલી આવક પણ જતી કરવાનો વારો આવશે. જયારે બીજી બાજુ મુસાફરો સહિત વિદ્યાર્થીઓમાં આ અંગે રોષ જોવા મળ્યો હતો.

ત્યારે ત્યારે ખાસ સુરનગર જિલ્લાના પણ ડોનાલ્ડ ટ્રમ્પ ના કાર્યક્રમમાં કેટલી બસો મોકલવામાં આવી છે તેની કોઈ જાતની માહિતી ન હોવાના કારણે કયા રૂટ ની બસો ચાલુ છે ને કયા રૂટની બસો બંધ છે તે કોઈ પણ જાતની વિગતો હાલ પૂછપરછ બારીમાંથી પેસેન્જરોને આપવામાં આવી રહેલી નથી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પેસેન્જરો ને ભારે હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે.

(1:36 pm IST)