Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

પોરબંદરમાં ઘઉંનું નબળી ગુણવતાના બિયારણની ફરિયાદો : તપાસ કરી પગલા લેવા કિશાન સંઘની માંગણી

પોરબંદર તા. ૨૪: પોરબંદર જીલ્લામાં ઘઉંનુ નબળી ગુણવતાના બિયારણની ફરિયાદો  વધી છે. જે અંગે ભારતીય કિશાન સંઘના નાગાજણ જેઠવાએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરીને તપાસ કરીને પગલા લેવા માંગણી કરી છે.

રજુઆતમાં જણાવેલ કે પોરબંદર જીલ્લાના  મોટાપ્રમાણમાં ખેડુતોએ શિયાળુ પાક ઘઉનું વાવેતર કરેલ છે. સરકાર દ્વારા આગ્રહ રાખવામાં  આવે છે. કે સારી ગુણવતા અને સારા ઉત્પાદન માટે ખેડુતોએ સર્ટીફાઇડ ઘઉનું  બીયારણ વાવવું જોઇએ  આથી ઉચા ભાવ આપી ખેડુતોએ  ઘઉંનું સર્ર્ટીફાઇડ બીયારણ નીગમ, ખાનગી સરકાર માનવ બીયારણ કંપનીનું એગ્રો સેન્ટરમાંથી ખરીદ કરી વાવેતર કરેલ છે.  છતા પણ આ ડબલ સર્ટીફાઇડ ઘઉંના બીયારણમાં ૫% થી ૧૫% નીચી ગુણવતા  અમુક કિસ્સામાં ઘઉં ઉગતા જ નથી.

ખરેખર ખેડૂતો ડબલ સર્ટીફાઇડ ઘઉંનું ઉચા ભાવે ખરીદી કરેલ .આમ છતા ભેળસેળયુકત અને દગાવાળુ ઘઉંનું બીયારણ ખેડુતોને વેચી મારેલ છે. બીયારણ બનાવતી કંપની તેને સર્ટીફાઇડ કરનારી સરકારી એજન્સી એગ્રો  સેન્ટરો જેણે ખેડુતોને માલ વેચેલ છે. તે જવાબદારોએ ખરાઇ કરી નથી.

(12:32 pm IST)