Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

માળીયામિંયાણામાં ઝઘડામાં ચાર પર છરીથી હુમલો

મ્યુદીન ઉર્ફે ગનીની પગની ધોરી નસ કપાઇ ગઇઃ અન્ય ત્રણને ઇજાઃ ઇરફાન સંધવાણી, ડાડો શીબીર, ઇન્તીયાઝ અને સુભાન તુટી પડ્યા

માળિયામિંયાણા, તા.૨૪: બોલાચાલી થતા ચાર શખ્સોએ ભેગા મળીને ચારને છરી મારી ઈજા પહોચાડી હોવાની ફરિયાદ  પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ માળિયામિયાણામાં આવેલ હુશૈનશા દરગાહ નજીક રહેતા રફીકભાઈ સુભાનભાઈ સમાણી (ઉ.૩૫)ના દીકરા આશીફને માસુમ વિધાલય સ્કુલમાં આરોપીઓના ભાઈ કુટુંબી ઇન્તીયાઝ નિશાર સંધવાણી સાથે બોલાચાલી થતા તેનો ખાર રાખી ઈરફાનભાઈ શબીરભાઈ સંધવાણી, ડાડો શબીરભાઈ સંધવાણી,ઇન્તીયાઝ નિશાર અહેમદ સંધવાણી અને સુભાનભાઈ સાઉદીનભાઈ સંધવાણીચારેય જણા ઝધડો કરી ગાળો આપી ડાડાએ છરી વતી મયુદીન ઉર્ફે ગનીને જમણા પગે સાથડના ભાગે ઈજા કરી પગની ધોરીનો નસ કાપી નાખી તેમજ આશીફ તથા સમીર તથા આબિદને પગના ભાગે છરીના ઘા મારી ઈજા પહોચાડી ઢીકાપાટુંનો માર મારી હોવાની ફરિયાદ રફીકભાઈ સમાણીએ માળિયા પોલીસ મથકમાં નોંધાવી છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:32 pm IST)