Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

જામજોધપુર એસ.ટી.ડેપોમાં સહકર્મચારી દ્વારા હુમલો કરાતા એસપીને રજુઆત

જામજોધપુર તા.ર૪ : જામજોધપુર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કંપની (એસટી) વિભાગમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા અને ફુલવાડી પ્લોટ જામજોધપુરમાં રહેતા તેમજ ગુજરાત એસટી મજદુર સંઘ જામનગર વિભાગમાં પ્રમુખ તરીકે ફરજ બજાવતા પરેશભાઇ પ્રેમજીભાઇ ભાલડીયા ઉપર એસટી વિભાગમા ડ્રાઇવર તરીકે  ફરજ બજાવતા, રાળદેવસિંહ બી.જાડેજા દ્વારા ધર્મેન્દ્રસિંહ પી. જાડેજા (ધ્રાફા) રામદેવસિંહ બી. જાડેજા(ધ્રાફા) મનહરસિંહ જે. વાળા, (સીદર) વાળાએ નજીવી બાબતે પરેશભાઇ પર લોખંડની ખુરશી મારમારી ભુડા બોલી ગાળો કાઢી લીબડની ખુરેશી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પરેશભાઇએ આ બધા વિરૂદ્ધ જામજોધપુર પોલીસ સ્ટશનમાં આઇપીસી કલમ ૩ર૩, પ૦૪, પ૦૬, (ર) હેઠળ ૧૩પ ૧૧૪ મુજબ ગુન્હા દાખલ કરવા અરજી કરી ડીએસપી સહિત લગત વિભાગે બે વખત જાણ કરી છે.

પરેશભાઇ ભાલોડીયા જામનગર મજુર યુનિય (ગુજરાત) ના પ્રમુખ દીપ જેમને કારણે યુનિયનની કર્મચારીના કામો કરવાના હોય જેથી નિગમ પાસે શનિ રવિ ઓફીસમાં બેસવાની માંગણી કરેલ જે માગ  નિગમ પાસ ેપરેશભાઇ બે વર્ષ થયા મૌખીક રીતે કરતા પરેશભાઇ તા. રરના રોજ પરેશભાઇ પોતાની બસ રૂટની ઉપાડી સીટી પર બેઠા હતા ત્યારે આ ડ્રાઇવરે આવી પરેશભાઇની ઓફીસમાં યુનીનય  પ્રમુખ તરીકે બેસવાની માંગ ન  ગમતી હોય તેમજ આ ડ્રાવરએ પરેશભાઇ દ્વારા થયેલ અમુક વાત ન ગમી હોય પરેશભાઇને ખુરશી તેમજ ઢીકાપાટુની માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

(12:32 pm IST)