Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

બાબરાના તાપડીયા આશ્રમે સોમવારથી ધર્મોત્સવઃ ૧૦૮ કુંડી મહાયજ્ઞ- મૂર્તિ પ્રતિષ્ઠા

બે એકર જગ્યામાં બે કરોડના ખર્ચે મંદિરનું નવનિર્માણ

રાજકોટ,તા.૨૨: અમરેલી જિલ્લાના બાબરા મુકામે આવેલ સુપ્રસિધ્ધ એવા શ્રી તાપડીયા આશ્રમે સોમવારથી ત્રણ દિવસીય ધર્મોત્સવ યોજાએલ છે. મંદિરના નવનિર્મીત નિર્માણ પ્રસંગે ૧૦૮ કુંડીયજ્ઞ, મૂર્તિપ્રતિષ્ઠા યોજાએલ છે.

બાબરાના તાપડીયા આશ્રમે આજે સવારે સ્તંભ પૂજા, બાવનગજ ધ્વજારોહણ, અખંડદીપ પૂજન, સામૈયા નિકળ્યા હતા. સાંજે મહાઆરતી થઈ હતી. આવતીકાલે  તા.૨૫ના મંગળવારે સવારે ૭:૪૫ વાગે યજ્ઞનો પ્રારંભ થશે. તા.૨૬ના બુધવારે ૩ થી ૫ યજ્ઞનું સમાપન થશે. આ પ્રસંગે લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ, શિવ પંતાયતન, શ્રી રામાનંદાચાર્યજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થશે. યજ્ઞમાં અધ્યક્ષપદે શ્રી ઘનશ્યામદાસબાપુ ગુરૂ શ્રી દયારામ બાપુ તેમજ શાસ્ત્રી શ્રી શાંતિલાલ ઠાકર (અમરેલી) યજ્ઞ કરાવશે.

આયોજનમાં સેવકો સર્વશ્રી મનુભાઈ કેવડીયા, અરવિંદભાઈ માળી, હિતેષભાઈ જસાણી, અશોકભાઈ માળી, મહેન્દ્રભાઈ માળી, હિતેષભાઈ મીઠાપરા વિ.જોડાયા છે. તેમ ઠેબેચડા આશાપુરા મંદિરના પદુબાપુએ જણાવ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(12:19 pm IST)