Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

બોટાદની ગૌરક્ષકે કતલખાને જતી બે ગાયોને બચાવીઃ પોલીસ ફરિયાદ

બોટાદ તા. ર૪: હિન્દુઓના પવિત્ર પર્વ મહાશિવરાત્રીના દિવસે ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સામતભાઇ જેબલીયાએ કતલખાને જતા બે ગૌવંશ (બળદ) બચાવી બે ઇસમો વિરૂધ્ધ લખતર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવેલ છે.

મહાશિવરાત્રી પ્રસંગે જેબલીયા, પાળીયાદના ડી. વી. ખાચર, લીંબડીના રઘુભાઇ ભરવાડ તથા વિજયભાઇ ભરવાડ દેકાવાડા આનંદ આશ્રમે ગુરૂશ્રી ગૌભકત પૂ. કાલીદાસબાપુના દર્શને ગયેલ હતી.

બોટાદ આવવા નિકળેલ ત્યારે સાંજે લખતર પાસે એક બોલેરો પીકઅપ વાન નંબર જી..જે. ૧૩ એડબ્લયુ ૦૪૦૯ માં બે ગૌવંશ (બળદો) ભરી જતા નજરે પડતા સામતભાઇ જેબલીયાએ તેમની કાર પાછી વાળી વાહનનો ફિલ્મી ઢબે પીછો કરી બોલેરો ઉભો રખાવી તેમાં ચેક કરતા બે બળદ બોલેરામાં કૃરતા પૂર્વક દોરડાથી બાંધેલા હતા તેમાં કોઇ ઘાસ પાણીની સુવિધા ન હતી પણ પશુ હેરફેરનો કોઇ આધાર-પુરાવો કે દાખલો ન હોવાથી તે ગાડી લખતર પોલીસ સ્ટેશન લાવી જેલ ભેગા કરાવેલ. બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયા સાથે તેમના કાર્યક્રમો અવારનવાર ગૌરક્ષાની કામગીરી બજાવતા રહે છે.

(12:17 pm IST)