Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ભુજ બની રહ્યું છે, ગાંજાઈ શહેર, ૧૨ કિલો ગાંજા અને લાખો રૂપિયા સાથે પિતા પુત્ર ઝડપાતાં ચકચાર

કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાંજાનું વેચાણ અને સેવન વધી રહ્યું છે, સત્તાવાર વિગતો પોલીસ હવે જાહેર કરશે

 ભુજ, તા.૨૪: કચ્છ બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીના કાર્યભાર સભાળ્યા બાદ ભુજ સહિત સમગ્ર સરહદી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સક્રિય બની છે. પણ, પોલીસની અગાઉની ઢીલાશ અને મીઠી નજરને કારણે ભુજ સહિત અન્ય શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ગાંજાનું સેવન અને વેચાણ વધી ગયું છે. દારૂના નેટવર્કની જેમ જ ગાંજાનું નેટવર્ક પણ વિસ્તરી ચૂકયું છે. ભુજમાં પણ ગાંજા વેચાણના અનેક પોઇન્ટ ધમધમે છે. આ હકીકતને સમર્થન આપતા દરોડામાં ગઈકાલે ભુજ બી ડિવિઝન પોલીસે શહેરના ભીડ નાકા બહાર ગીતા માર્કેટ પાસે રહેતા કુખ્યાત અભાડાને દ્યેર દરોડો પાડ્યો હતો. પોલીસે અભાડા અબ્દુલમામદ સુમરા અને તેના પુત્ર હનીફ પાસેથી ૧૧ કિલો ગાંજો તેમ જ લાખો રૂપિયાની રોકડ રકમ પકડી પાડી હતી. જોકે, ભુજ બી. ડિવિઝન પોલીસે તપાસના હિતમાં ગાંજો ઝડપાયો હોવાની વાતને સમર્થન આપીને રોકડ અંગે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. પોલીસે અગાઉ પણ અભાડા પાસેથી ગાંજો ઝડપ્યો હતો તેમ જ ચિંકારા હરણ પણ ઝડપ્યું હતું. ચિંકારા પ્રકરણ મીડીયામાં ચર્ચાયા બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. અભાડા અંગે પોલીસે દ્યણું બધું જાણતી હોવા છતાંયે છુપાવી રહી છે. ભુજ ગાંજાઈ શહેર બને તે પહેલાં પોલીસ સામાજિક હિતમાં પણ કડક પગલાં ભરી નવી પેઢીને નશાના સેવનથી બચાવે તે જરૂરી છે.

(10:27 am IST)