Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

કેશોદના જૂનાગઢ રોડ ઉપર એસટી બસે બાઇકને અડફેટે લેતા બે સગા ભાઈ-બહેનના મોત :પિતરાઈ બહેન ગંભીર

કેશોદના જૂનાગઢ રોડ પર નિલકંઠ વે બ્રિજ નજીક બસ અને મોટરસાયકલ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમા એસ.ટી બસે બાઇકને અડફેટે લેતા મઘરવાળા બે સગા ભાઇ બહેનના મોત થયા હતા. તો પિતરાઇ બેનની હાલત ગંભીર જણાતા જુનાગઢ નજીક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી

ઘટનાની જાણ થતાં ૧૦૮ સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી તમામને હોસ્પિટલે ખસેડયા હતા. જેમાં બે સગા ભાઇ બહેનના મોત નિપજ્યા હતા. બાદમાં ૧ પિતરાઇ બહેનને ગંભીર હાલતમાં જુનાગઢ ખસેડાઇ હતી

 

 

(9:58 pm IST)