Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

જુનાનવા દેરાળા નવાગામ મેધપર સહીતના ગામોને પીવાના પાણી માટે ફાફા ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પળોજણ ક્ષારયુકત પાણી

માળીયાના જુના દેરાળા ગામ ૨૦ દિવસથી પીવાના પાણીથી વંચિત કલેકટર મામલતદારને રજુઆત

માળીયા મિંયાણા, તા.૨૩:- માળીયામિંયાણા તાલુકામાં આ વર્ષમાં નહિવત વરસાદ પડતા ઉનાળામાં પાણીનો પ્રશ્ન માજા મુકશે તે સૌ કોઈ જાણતા હતા ત્યારે માળીયાના જુના નવા દેરાળા નવાગામ મેધપર ઢવાણીયાનગર સહીતના ગામોને ઉનાળાની શરૂઆતમાં જ છેલ્લા ૨૦ દિવસથી પીવાનુ પાણી નથી મળ્યુ જેથી ગ્રામજનો પાણી માટે રીતસરના વલખા મારી રહ્યા છે તેમજ આ ગંભીર પાણીના પ્રશ્ને પશુપાલકોની હાલત કફોડી બની છે તેમા પણ તળાવો કે નદીનાળા ખાલીખમ હોવાથી પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે આ અંગે તમામ ગામના લોકોએ મામલતદાર તેમજ કલેકટરને રજૂઆત કરી હોવા છતા તંત્ર ભરનિંદ્રામાં હોય તેમ રજુઆતોને દ્યોળીને પી જઈને આજદીન સુધી આ તમામ ગામોને પીવાના ફાંફા પડી ગયા છે અને સ્થિતિ જૈસૈ થે જેવી બની રહી છેના છુટકે આ તમામ ગામોના લોકોને ક્ષારયુકત પાણી પીવા મજબુર બન્યા છે જેનાથી આરોગ્ય પર ખતરો ઉભો થયો છે અને ક્ષારયુકત પાણીથી વાસણો તેમજ જીવનજરૂરીયાત તમામ વસ્તુઓમા ઉપયોગ લેતા હોવાથી પાણીની સમસ્યા વિકટ બની ગઈ છે હજુ ઉનાળાની શરૂઆત પણ નથી થઈ ત્યા તાલુકામાં પાણીની પળોજણ તંત્ર માટે શરમજનક બની રહી છે ત્યારે આ તમામ ગામના લોકોને મીઠા પાણીની વાત તો દુર રહી નદીના ખારા પાણી માટે દુર દુર ભટકવુ પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે આ પાણી પીવાલાયક ન હોવાથીના છુટકે ક્ષારયુકત પાણી પીવા માટે મજબુર બન્યા છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે આ ગામોને પીવાનુ મીઠુ પાણી મળી રહે પાણીની સમસ્યા દુર કરવા માંગ ઉઠવા પામી છે અત્રે ઉલ્લેખનીય છેકે રજુઆત બાદ પણ તંત્રની આળસને કારણે આ સ્થિતિ ઉદભવવા પામી છે તેવો સ્ણસણતો સવાલ ગ્રામજનોએ ઉઠાવ્યો છે જેથી તંત્ર દ્વારા આવી વ્હાલા દવલાની નિતિ શા માટે કરવામાં આવે છે તે એક પાણીનો પ્રશ્ન ઉનાળાની શરૂઆતમાં ઉઠતા આગામી ઉનાળાનો એકશન પ્લાન તંત્રએ ગોઠવી પાણીનો પ્રશ્ન હલ કરવા સજ્જ રહેવુ જોઈએ.(૨૨.૫)

 

 

(11:55 am IST)