Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

જુનાગઢમાં સંત નિરંકારી ચેરીટેબલ દ્વારા સ્વચ્છતા અભિયાન

 જુનાગઢઃ તા.૨૪, સંત-નિરંકારી મિશનના અનુયાયીઓ ભકતો દ્વારા બાબા હરદેવસિંહ  મહારાજની ૬૪મી જન્મ જયંતિ નિમિતે '' ગુરૂ પુજા દિવસ'' ઉજવાશે અને દેશભરમાં સંત નિરંકારી મંડળની દરેક શાખામાં સત્સંગ યોજી તેમને ભકિતભરી શ્રધ્ધાંજલી અર્પણ કરાય હતી.

 જુનાગઢના પ્રભારીશ્રી જગદિશજીએ જણાવ્યું કે ગુરૂપુજા દિવસે સંત-નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના તત્વધાનમાં સફાઇ અભિયાન ચલાવવામાં આવશે જેમા દેશના ૫૬૪ સરકારી હોસ્પીટલ પર વિશેષ ધ્યાન આપી સફાઇ કરવામાં આવશે. જે શાખાની નજીક કોઇ  સરકારી હોસ્પીટલ નથી ત્યાં પાર્કની સફાઇ અને વૃક્ષા રોપણ કરવામાં આવશે  આ આયોજનમાં ૩ લાખથી પણ વધારે નિરંકારી પ્રતિનિધી ભાગીદારી કરશે

 તેમણે  જણાવ્યું હતુ કે મેડીકલ કોલેજ- સરકારી હોસ્પીટલમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન વોલંટીયર તથા નિરંકારી સેવાદળ ભાઇ બહેનો પોતાની નિર્ધારીત વર્દીમાં  આવી ૭ થી ૧૦ હોસ્પીટલ ચમકાવશે.

 ગુરુ પુજા દિવસના ઉપલક્ષમાં ૨૦૦૩ થી લગાતાર સફાઇ અભિયાન ચલાવવામાં  આવી રહયા છે. ભકતોએ જયારે નિરંકારી બાબા હરદેવસિંહજીના જન્મદિવસ મનાવાની ઇચ્છા જાહેર કરી ત્યારે બાબા હરદેવસિંહજીએ જન્મદિવસ પર દેશભરમાં સફાઇ અભિયાનની શીખ આપી  અત્યાર સુધી દેશના પ્રસિધ્ધ  ઇતિહાસીક સ્થળો, રેલ્વે સ્ટેશનો, પાર્કમા હોસ્પીટલ- ડીસ્પેન્સરીયો, સમુદ્ર તથા નદિઓના કિનારા વગેરેની  સફાઇ કરવામાં આવી રહી છે. આ  યોગ દાન માટે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન નેભારત સરકારેએ '' સ્વચ્છ ભારત મિશન'' ના અર્બન (શહેરી) બ્રાન્ડ એમ્બેસેડર (દુત) ઘોષિત કરવામાં આવ્યું છે. તેમ જણાવેલ છે. (૪૦.૨)

 સિનિયર સિટીઝન્સ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ

 સિનિયર સીટીઝન્સ મંડળ અને હાટકેશ હોસ્પીટલ સંયુકત રીતે હાડકાના દર્દના નિદાન તથા સારવાર અંગે એક ઓર્થોપેડીક કેમ્પનું તા.૨૫ના રોજ સવારે ૯ વાગ્યાથી હાટકેશ હોસ્પીટલ ખાતે આયોજન કરેલ છે.

 આ કેમ્પમાં નિદાન જરૂર પડે ત્યારે ત્યાં ફિઝીયોથેરાપી અંગે માર્ગદર્શન તથા નિદાન નિઃશુલ્ક ભાવે કરી આપવામાં આવશે. તો આ કેમ્પનો લાભ લેવાનું જુનાગઢમાં તમામ સિનિયર સિટીઝન્સને આમંત્રણ  તથા નામ નોંધાવવા અવની પ્રાયમરી સ્કુલ અથવા હાટકેશ હોસ્પીટલ ખાતે ૯૮૨૪૨ ૩૩૬૧૧- ફોનંનં.૦૨૮૫-૨૬૫૩૬૫૨ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (૪૦.૨)

 સમુહ શ્રી સત્યનારાયણની કથાઃ ૨૧ પાટલા

 પૂ. શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત શ્રી અખંડ  રામધુન મંડળ આ ટ્રસ્ટ દ્વારા શ્રી સત્યનારાયણ કથા ૨૧- પાટલાનું આયોજન કરેલ છે. જેઓને દર પુનમ ભરવાની હોય તેઓને કથાકાર શાસ્ત્રી  રાજુભાઇ પંડીત સંકલ્પ કરી આપશે તો સંવત ૨૦૭૩ના ફાગણ સુદ-૧૫ને ગુરુવાર તા.૧ દ્વારા ના રોજ રાત્રે ૮:૩૦ થી ૧૦:૩૦ દરમિયાન શ્રી અંબીકા મંદીર, અંબીકા ચોક જુનાગઢમાં રાખવામાં આવેલ છે જેઓને અમુલ્ય લાભ લેવો હોય તેઓએ રૂ.૧૫૧/- આપી ટ્રસ્ટની ઓફિસમાં નામ નોંધાવી દેવા  તથા વધુ વિગતો માટે હરસુખભાઇ ચાંદ્રાણીમો. ૯૪૨૮૩ ૭૩૫૫૪, પરેશભાઇ બાટવીયા મો.૯૯૧૩૨૮૭૧૧૬, શ્રી મહાલક્ષ્મી મંદીરના પુજારી રાજુભાઇ પંડીત ૯૮૨૫૮ ૮૧૧૮૭ કોઇ  એકનો સંપર્ક કરવો.

 ખાંટ રાજપુત સમાજનું ગૌરવ નયન દેવધરીયા

 રાચી ઝારખંડ મુકામે દિવ્યાંગ વિદ્યાર્થીઓનો સ્પેશિયલ ઓલમ્પિક ભારત દ્વારા આયોજીત રાષ્ટ્રીય ચેમ્પ્યિનશિય સાયકલિંગ સ્પર્ધામાં નાના ફાગળી ગામનાં ખેડુતપુત્ર શ્રી ગોપાલભાઇ જાદવભાઇ દેવધરીયાનાં પુત્ર શ્રી નયને ૧૦૦ મીટર તથા ૫૦૦ મીટરની સાયકલીંગ સ્પર્ધામાં પ્રથમ આવી એકી સાથે બે ગોલ્ડ મેડલ મેળવીને વિજેતા થયેલ છે. 

 ગુજરાત અને જુનાગઢ જિલ્લાનું નામ રાષ્ટ્રીય ક્ષેત્રે ઉજાગર કરેલ છે. તે બદલ સમસ્ત ખાંટ રાજપુત સમાજ કેળવણી મંડળના પ્રમુખ ભાવેશભાઇ દેવધરીયાએ આ બેવડી સિધ્ધીને બિરદાવી છે.

(11:30 am IST)