Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

ભાવનગરમાં ફરી પાસપોર્ટ કચેરીનો પ્રારંભ

 ભાવનગર : ભાવનગરમાં કાર્યરત પાસપોર્ટ કચેરીને વર્ષ ર૦૧રમાં બંધ કરી દેવામાં આવી હતી. જેને લઇને ભાવનગર શહેર અને જિલ્લાના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. નવા પાસપોર્ટ હોય તેને રીન્યુ કરાવવાના હોય તે બાબતે લોકોને અમદાવાદ કે રાજકોટના ધક્કા ખાવા પડતા હતા. આ બાબતે ભાવનગરની પ્રજા દ્વારા અનેકવાર રજુઆતો અને આંદોલનો પણ કર્યા હતાં. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા ભાવનગરમાં ફરી પાસપોર્ટ કચેરી કાર્યરત થાય તે બાબતે રજુઆતો કરાવામાં આવી હતી જેને લઇને ફરી ભાવનગરમાં પાસપોર્ટ કચેરીનો પ્રારંભ થયો છે. ભાવનગર પોસ્ટ ઓફીસ ખાતે શરૂ કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ ભારતીબેન શિયાળ, મેયર, શહેર ભાજપના પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પાસપોર્ટ પ્રક્રિયા ઓનલાઇન રહેશે. જેમાં તેનું ફોર્મ ઓનલાઇ ભરવામાં આવશે અને ત્યારબાદ અહીં બાકીના કાર્યવાહી કચેરીમાં કરવામાં આવશે અને ૮થી ૧પ દિવસમાં પાસપોર્ટ ઇશ્યુ કરી દેવામાં આવશે.

(10:03 am IST)