Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

ગોંડલના ફૂલવાડી કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : કેડી એગ્રોટેકમાં આગ : ફાયરબ્રિગેડનો કાફલો પહોંચ્યો

દુકાનમાં પડેલો માલ સમાન બળીને ખાખ : શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું અનુમાન

ગોંડલ : ગોંડલમાં આવેલ ફૂલવાડી કોમ્પ્લેક્ષમાં કેડી એગ્રોટેકમાં આગ ભભૂકી છે આગ લાગ્યાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે, અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવાની કામગીરી હાથ ધરી છે, આગ લાગતા દુકાનમાં પડેલો સામાન બળીને ખાખ થયો છે, શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું અનુમાન છે

(11:17 pm IST)
  • મહારાષ્ટ્ર: નાસિકની છાવણીથી મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા ખેડૂતો : તેઓ દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોના સમર્થનમાં નાસિકથી મુંબઇ સુધી કૂચ કરી છે. access_time 9:44 pm IST

  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST

  • દિલ્હી એરપોર્ટ ઉપરથી કરોડોનું હેરોઈન ઝડપાયું: કરોડો રૂપિયાની કિંમતના ૯.૮ કિલો હેરોઇનના જથ્થા સાથે યુગાન્ડાના બે નાગરિકો દિલ્હી એરપોર્ટ થી ઝડપાઈ ગયા છે. access_time 4:44 pm IST