Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

જામનગરમાં અકસ્માતનું બહાનું બતાવી લૂંટ ચલાવનાર ૩ ઝડપાયા : ૩૦ લૂંટના ભેદ ઉકેલાયા

મનહરસિંહ ઉર્ફે ભીખો જાડેજા, એહમદ સતાર પીંજારા, અનવર અબ્બાસ જુણેજાની પૂછપરછ

જામનગર : તસ્વીરમાં ઝડપાયેલા ત્રણેય શખ્સો નજરે પડે છે.

જામનગર તા. ૨૪ : શહેરના વિકટોરિયાપુલ, ગુલાબનગર, તળાવની પાળ, નુરી ચોકડી, ઠેબા ચોકડી, ભીમવાસ, અંબર ચોકડી,મહાપ્રભુજીની બેઠક, દરેડ, જીઆઇડીસી, લાલપુર બાયપાસ ચોકડી સહિતના અલગ અલગ જગ્યાએ રોડ પર પસાર થતા વાહનચાલકો સાથે વાહન અકસ્માત થયેલનું ખોટું બહાનું બનાવી તે વાહન ચાલકો પાસેથી રોકડની લૂંટ ચલાવતા હોવાના બનાવો બનતા પોલીસ અધિક્ષક શરદ સિંધલના માર્ગદર્શન મુજબ એલસીબી અને અલગ અલગ જગ્યાએ વોચ પેટ્રોલિંગ રાખવા સૂચના કરી આવા ગુન્હા શોધી કાઢવા સૂચના આપેલ હોય એલસીબીના પોલીસ ઇન્સ, કે.કે.ગોહિલ તથા પો.સબ.ઇન્સ, આર.બી.ગોજીયાને સૂચના આપ્યા બાદ ત્રણેયની ધરપકડ કરી છે.

જામનનગર શહેરમાં વિકટોરીયાપુલ, ગુભબાનગર, તળાવની પાળ, સમસાન ચોકડી, નુરી ચોકડી, ઠેબા ચોકડી, ભીમવાસ,અંબર ચોકડી, મહાપ્રભુજીની બેઠક, દરેડ જી.આઇ.ડી.સી., લાલપુર બાયપાસ ચોકડી વિગેરે અલગ અલગ જગ્યાએ રોડ ઉપર પસાર થતા વાહન ચાલક સાથે વાહન અકસ્માત થયેલનુ ખોટુ બહાનુ બનાવી તે વાહન ચાલકો પાસેથી રોકડ ની લુંટ ચલાવતા હોવાના બનાવો બનેલ હોય.

જામનગર શહેર તેમજ આજુબાજુ વિસ્તારમાં છેલ્લા એકાદ મહિના દરમ્યાન ઉપરોકત લુંટના બનાવો બનતા પોલીસ અધિક્ષક શરદ સિંઘલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ને અલગ અલગ જગ્યાએ વોચ પેટ્રોલીંગ રાખવા સુચના કરી આવા બનાવો અંકુશમાં લેવા તેમજ આવા લુંટ ચલાવનાર ઇસમોને શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી. ના પોલીસ ઈન્સ.કે.કે.ગોહીલ તથા પો.સબ ઇન્સ. આર.બી.ગોજીયા નાઓને સુચના કરેલ હતી.

એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી વિકટોરીયા પુલ,ગુલાબનગર તેમજ નુરી ચોકડી વિસ્તારમાં વાહન અકસ્માત થયેલના બહાના બનાવી લુંટ કરતા ઇસમોને શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન એલ.સી.બી, સ્ટાફના વનરાજભાઇ મકવાણા, ફીરોજભાઇ દલ, તથા ખીમભાઇ ભોચીયાને તેઓના બાતમીદાર થી હકિકત મળેલ કે, વાહન ચાલકોને લુંટી લેતા ત્રણ ઇસમો સીલ્વર કલરની મો.સા. જીજે.૧૦.ડીસી-૫૮૪૯ વાળા ઉપરોકત બનાવને અંજામ આપે છે.

ત્રણેય હાલે વિકટોરીયા પુલ થી નુરી ચોકડી જતા મામા પીરના મંદિર પાસે ઉભા છે તેવી હકિકત આધારે ત્રણેય ને પકડી પાડી તેમના કબજામાંથી એકસેસ મો.સા. તથા લુંટ કરેલ રોકડ રૂપીયા ૧૦,૦૦૦ તથા મોબાઇલ ફોન વિગેરે કબજે કરીને હેડ.કોન્સ. નિર્મળસિંહ બી.જાડેજાએ  (૧) મનગહરસિંહ ઉર્ફે ભીખો મહેન્દ્રસિંહ જાડેજા રહે ધરારનગર. મારૂતીનગર જામનગર (૨) એહમદ સતાર પીંજારા રહે. ધરારનગર. મારૂતીનગર જામનગર (૩) અનવર અબ્બાસ જુણેજા ભડેલા રહે.ધરારનગર-૧ સલીમ બાપુના મદ્રેસા પાસે જામનગરની ધરપકડ કરી છે. આ શખ્સોએ ૩૦ લુંટ કરી હોવાની કબુલાત આપી છે.

આ કાર્યવાહી પો,ઇન્સ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ આર.બી.ગોજીયા એલ.સી.બી.સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા,  હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશ્વિનભાઇ ગંધા, શરદભાઇ પરમાર, હીરેનભાઇ વરણવા, દિલીપભાઇ તલાવડીયા ફીરોજભાઇ દલ, ખીમભાઇ ભોચીયા, લાભુભાઇ ગઢવી, નાનજીભાઇ પટેલ,વનરાજભાઇ મકવાણા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, મીતેશભાઇ પટેલ, અજયસિંહ ઝાલા, નિર્મળસિંહ એસ.જાડેજા, બળવંતસિંહ પરમાર, પ્રતાપભાઇ ખાચર, અશોકભાઇ સોલંકી, સુરેશભાઇ માલકીયા, લક્ષ્મણભાઈ ભાટીયા, એ.બી.જાડેજા તથા અરવિંદગીરી, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(4:31 pm IST)