Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા રેસ્કયુની દિલધડક અને રોમાંચક કવાયત

રાજયકક્ષાની ર દિવસીય મરીન સર્ચ અને રેસ્કયુ એકસરસાઇઝ સારેક્ષ-૨૦૨૦ હેઠળ તાત્કાલિક બચાવ કામગીરીનું નિર્દેશન યોજાયું

પોરબંદર તા.૨૪: કોસ્ટગાર્ડ દ્વારા રાજયકક્ષાની ૨ દિવસીય મરીન સર્ચ અને રેસ્કયુ એકસસાઇઝ સારેક્ષ-૨૦૨૦ હેઠળ દરિયામાં રેસ્કયુની દિલધડક અને રોમાંચક કવાયત યોજાઇ હતી. કવાયતમાં દરિયામાં સુરક્ષા સર્તકતા અને તાત્કાલિક બચાવ કામગીરીનું નિર્દેર્શન દરિયાઇ સુરક્ષા એજન્સી કોસ્ટગાર્ડના જુદા જુદા શીપ હેલીકોપ્ટર એરક્રાફટ વગેરેમાં ફરજ બજાવતા જવાનોએ કર્યુ હતું.

દિવસ રાત્રી દરમ્યાન ભારતીય જળસિમા અરબી સમુદ્ર વિસ્તારમાં આંતર રાષ્ટ્રીય જળસિમા ઉપર બાજ નજર રાખી દેશની સુરક્ષાની ચિંતા કરતી એજન્સી ભારતીય  તટરક્ષક (કોસ્ટગાર્ડ) ગુજરાતના ૧૬૦૫   કિલામીટર કાંઠાઉપર જાગૃતી દાખવી પહોચેલ ફરજમાં કાર્યરત  ૩૬૫ ત્રણસો પાંસઠ દિવસ સુરક્ષા જળસિપાટી એજન્સી દ્વારા ગતરાત તા.૨૩ને ગુરૂવારથી વહેલી સવારના  પ્રેસ મીડિયાના પત્રકારોને આમંત્રિત કરીને દરીયે કોસ્ટગાર્ડના  રક્ષક દળના ''સુર'' નામના પેડ્રોલીગ જહાજમાં મધદરીએ વાર્ષિક ઉજવણી પ્રસંગે અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ  તરફથી  જવાનો પોતાની જાતની પરવા કર્યા વિના સમુદ્રમાં બનતા બનાવોમાં કઠીન કામગીરી કરે છે તે દર્શાવવા અને નિર્દેર્શન નિહાળી શકાય તે માટે પોરબંદર બારમાસી જેટી સુભાષનગરની કોસ્ટગાર્ડ તેવી સંયુકત જેટી ''સુર'' જાહજમાં  પ્રેસ-ઇલેકટ્રોનીક મિડીયાના પત્રકારો સાથે પોરબંદર કચ્છ વચ્ચે મધદરિયે  દિલધડક રોમાંચક હેરત ભર્યા પ્રયોગ એકસરસાઇઝ સારેક્ષા  દ્વારા અરબી સમુદ્રમાં મુશ્કેલી સમયે ફસાયેલ વ્યકિતઓને આગ વિગેરે લાગે ત્યારે કેવી રીતે બચાવ કરે છે સહાયરૂપ બને છે તેની પ્રત્યક્ષ જાણકારી મધદરિયે પ્રત્યક્ષ એકસરસાઇઝ પ્રયોગ સાથે દેશની સુરક્ષા કરે છે તે પ્રયોગ દર્શાવેલ.

કોસ્ટગાર્ડ ભારતીય તટરક્ષક દળના પોરબંદર હેડ કવાટર સ્થિત   અધિકારીઓ 'સૂર' જહાજ પર નિમંત્રીત પત્રકારોને કોસ્ટગાર્ડની કામગીરીનું  વર્ણન કરેલ. મધદરિયે  પાંચ  રેસ્કયુ ઓપરેશન પ્રયોગ તાદૃશ્ય કરેલ. એકરસાઇઝમાં જુદી જુદી સંરક્ષણ એજન્સીનો સહકાર મેળવેલ  જેમાં રીઝનલ સર્ચ રેસ્કયુ એકસરસાઇઝમાં ટોટલ પાંચ મોડયુલ હતાં જેમાં મદદનીશમાં કોસ્ટ ગાર્ડશીપ મીરા, નેવીના શીપ આઇએનએસ ગરૂઆ  કોસ્ટ ગાર્ડશીપ અંકિલ, એરફોર્સ હેલીકોપ્ટર મીગ-૧૭ એક ચેતક હવાઇ જહાજ ડોનીઅર ત્રણ બીજી ઇન્ટર સેપ્ટર બોટ ગુજરાત રાજયના બીજા યુનિટમાંથી આવેલ હતી. ટોટલ પાંચ મોડયુલ બે કલાકમાં સર્ચ એન્ડ રેસકયુ એકસરસાઇઝ ઓપરેશન સફળતા પૂર્વક પૂર્ણ કરેલ.

મુખ્ય મહેમાનમાં પોરબંદર જીલ્લાના પોલીસદળના અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને ભારતીય તટરક્ષક દળના આઇ.જી. શ્રી રાકેશ પાલ અને મુખ્ય મહેમાનો સહિત પોરબંદર કોસ્ટગાર્ડના ઇન્ચાર્જ ઇકબાલસિંગ રાઠોડ તથા કોસ્ટગાર્ડ અધિકારી (ઓફીર્સ) તથા કુ. કમાન્ડોઝ વિગેરે આમંત્રીત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

 પ્રીન્ટ મિડીયાનાસ્મીત પારેખ , અરવિંદ વાળાનિપુલ પોપટ તેમજ સચ્ચિનભાઇ, ચેતન ઠક્કરાર, કેમેરામેન ઋષિ થાનકી, કિશન રાઠોડ, નિમેષ ગોંડલીયા તથા અન્ય ચેનલોનાં અજય શિલ્લુ, પ્રતિક શિલ્લુ તેમજ તેજસ પટેલ વિગેરે ઉપસ્થિત રહેલ.

કોસ્ટગાર્ડના ઇન્ચાર્જ શ્રી ઇકબાલ સિંગ રાઠોડે આમંત્રીત મહેમાનનું સ્વાગત પ્રવચનમાં કોસ્ટગાર્ડની કામગીરીની મુખ્ય ભૂમિકઓ પર ધ્યાન ખેંચલ હતું. કપરી કામગીરીનું વર્ણન સાથે લાઇવ ડેમો બતાવેલ હતો.

મધદરિયે કોસ્ટગાર્ડની કામગીરીમાં પાંચ ડેમોનું પ્લેનક્રેસ થાય તો માસ રેસ્કયુ કરવામાં આવઅને કોઇ માણસ દરિયામાં કોઇપણ કારણસર પડી ગયેલ હોય તો તેને કઇ રીતે શોધે છે અને ત્યારબાદ હેલીકોપ્ટર દ્વારા શોધખોળ કરવામાં આવે છે તેમને કેવી રીતે સુરક્ષિત રીતે બચાવે છે. એક એક માણસ પૂરતી પ્રાથમિક સારવાર આપવામાં આવે છે અને વધુ સારવાર માટે નજીકના સ્થળ પર સારામાં સારી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તને સારવાર માટે દાખલ કરાય છે અને આઇ.સી.જી.એસ. ઇજાગ્રસ્તને જયાં સુધી પૂરતી અને સંતોષકારક સારવાર મળે નહીં અને પૌષ્ટીક આહાર વિગેરે ઇજાગ્રસ્તની પુરૃં પાડે છે. ત્યારબાદ તેને સહિસલામત તેમના ઘર અથવા વતનના જે સ્થળે રહેતો હોય તે રહેણાંક સ્થળે સુરક્ષીત પહોંચાડવામાં આવે છે.

અરબી સમુદ્રમાં તોફાન હોય અથવા સુચના અને ચેતવણી મળી હોય તેવા સમયે ભારતીય તટસુરક્ષ દળ તથા નેવી સાથે સહયોગમાં દહેત કામગીરી કરે છે. પ્લાનીંગ સાથે દરિયામાં જે વ્હેકલ હોય તેને નજીકના બોટો પર જવા સુચના સાથે યોજના બદવા શાંતિ પૂર્વક સલામત સ્થળે ખસી જવા અરબી સમુદ્ર ખાલી કરવા જેથી કરીને કોઇ વાત મચ્છીમારો ભાઇને ઇજા ન થાય કોઇ જાનહાનીને નુકશાન ન થાય તે તેનું ખાસ ધ્યાન રાખવા જણાવાય છે.  ડોનિયરની કામગીરી એરડ્રોમેબલ ની કામગીરી છે. અરબી સમુદ્ર હુમલા ક્રુઓને ડોનીયર ઉપરથી નેટ (જાળી) નાખી બચાવે છે તુરંત જ શીપ આવીને ક્રુ દ્વારા અરબી સમુદ્રમાં ફસાયેલ વ્યકિતને બચાવવાની  હાથ ધરે છે. નજીકના જહાજમાં પહોંચેલ છે તેની પ્રાથમિક સારવાર આપે છે. અરબી સમુદ્ર કોઇ વેસલ્સમાં આગ લાગી હોય તેને આગ બુઝાવવાનું તેને બચાવવાનું કામ પાણીનો મારો ચલાવી ઠારવામાં આવે છે.વેસલ્સને તેમજ ક્રુને બચાવવા પ્રયત્ન કરે છે.

(1:12 pm IST)