Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

શાપર ભકતીધામ સોસાયટીમાં ફલેટમાંથી દારૂની પ બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

શાપર-વેરાવળઃ રાજકોટ રૂરલ એસપી બલરામ મીણાની સુચનાથી શાપર-વેરાવળ પોલીસ મથકના પીએસઆઇ કે.એ. ગોહીલ, હેડ કોન્સ અશ્વીનભાઇ તથા રાજદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ અશ્વીનભાઇ અને રાજદીપસિંહને મળેલી બાતમીના આધારે શાપરમાં ભકિતધામ સોસાયટીમાં બીલીપત્ર એપાર્ટમેન્ટના બ્લોક એ રૂમ નં.૧૦રમાં દરોડો પાડી દારૂની પાંચ બોટલ સાથેકૌશીક અરવિંદભાઇ નનેરા (ઉ.૧૯) (રહે. શાપર શકિતધામ સોસાયટીમાં બીલીપત્ર એપાર્ટમેન્ટમાં ભાડે મુળ બીબકી તા. ભણવડ) અને કરશન દેવાતભાઇ ગોજીયા (ઉ.૧૯) (રહે. શાપર-ભકતિધામ સોસાયટી બીલીપત્ર એપાર્ટમેન્ટ રૂમ. નં.૧૦ર મુળ આંબરડી તા.જામ. ખંભાડીયા)ને પકડી લીધા હતા. તસ્વીરઃ કમલેશ વસાણી શાપર-વેરાવળ

(1:14 pm IST)