Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ઘોઘાના તણસા ગામે હત્યારો ઝડપાયો

ભાવનગર તા. ર૪ : ઘોઘા તાબેના તણસા ગામે આવેલ વલ્લભ રોલીંગ મીલમાં કામ કરતા ભરતભાઇ જાદવભાઇ કામ્બડ ઉ.૪૦ ની ગઇ કાલે હત્યા કરી આરોપી નાસી છુટયો હતો.

આ બનાવ અંગે મૃતકના પત્ની વર્ષાબેન ભરતભાઇ એ વાવડી ગામના જયપાલ મનુભાઇ પરમાર નામના શખ્સ વિરૂદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરીાયદ નોંધાવી હતી દરમ્યાન આજે ઘોઘા પોલીસે આરોપી જયપાલને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરમાં યુવતીનો આપઘાત

ઘોઘા રોડ વિસ્તારમાં રહેતી ખ્યાતીબેન હર્ષદભાઇ વાળા ઉ.ર૧ નામની યુવતીએ કોઇ અગમ્ય કારણોસર તેના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.

આ અંગે બી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(12:07 pm IST)