Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ગાયને રાષ્ટ્રીયમાતા જાહેર કરવા તલાલાથી દિલ્હી પદયાત્રાઃ બોટાદમાં સન્માન

બોટાદ તા. ૨૪: ગિર તાલાળા ના જસાપર ગામના અશોકભાઈ મકવાણા ગાય માતા ને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે તાલાળા થી દિલ્હી સુધીની પગપાળા પદધ્યાત્રા એ તા, ૧૮,૧,૨૦૨૦ ના રોજ નિકળેલા આજે બપોરે ,૧૨,વાગ્યે હનુમાનજી ના સાળંગપુર પહોંચ્યા ત્યારે શ્રી હકાબાપુ ના સુપુત્ર બાબુભા ખાચરે પદયાત્રીનુ સન્માન કરી હનુમાન મંદિર ના પ, પુ, બાપુ સ્વામી ની મુલાકાત કરી હતી.

ત્યારે પ, પુ, બાપુ સ્વામી એ પદયાત્રી અશોકભાઈ નુ ફૂલહાર થી સન્માન કરો રક્ષા કવચ બાંધી પ્રસાદ સાથે અંતરના આશીર્વાદ આપ્યા તેવીજ રોતે અ,ભા,સવેંદલિય ગૌરક્ષા મહાઅભિયાન સમિતિ કિશાન મંડળ દિલ્હીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સામતભાઈ જેબલીયા દ્વારા પદયાત્રી અશોકભાઈ ની ઢીકવાળી સાળંગપુર વચ્ચે રસ્ત મા મુલાકાવ લઈ ચા પાણી નાસ્તો કરવેલ અને પદયાત્રી સાળંગપુર પહોચતા ગૌમાતા ના સિમ્બોલ વાળી કેસરી ખેસ પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરી ગુજરાત મા દરેક ગામમાં જમવાની ને રાત્રિ રોકાણ ની વ્યવસ્થા કરવાની જવાબદારી લીધેલ અને સાથે ગુજરાત ભરના જીવદયા પ્રેમી ,,ગૌરક્ષકો,, ગૌભકતો ,, અને ધંમ પ્રેમી જનતા ને વિનંતી કરો જણાવે છે કે આ પદયાત્રી અશોકભાઈ ને દરેક ગામમાં સન્માન કરી એમને દરેક પ્રકારે સહકાર આપી એમનો જોમજુસો વધાવો તેમ બોટાદ ના ગૌરક્ષ સામતભાઈ જેબલીયા ની યાદી મા જણાવે છે.

(12:07 pm IST)