Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

બગસરામાં શોર્ટ સર્કિટ થતા ગેસ સિલિન્ડરમાં આગઃ બેલાખનું નુકસાન

બગસરાઃ નવા જીનપરા વિસ્તારમાં રહેતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ કણજારીયાના ઘરે શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી આસપાસના રહેવાસીઓ દ્વારા આગને બુઝાવવામાં આવી હતી. ધીરૂભાઇ પોતે નમકીનનો વ્યવસાય હોવાથી ઘરમાં વેફર્સ ફરસાણ, બિસ્કીટ સહિતની ખાણીપીણી વસ્તુ આગની ઝપટમાં આવી જતા આશરે બે લાખનું નુકસાન થયેલ છે નગરપાલિકા ફાયર બ્રિગેડ આવતા આગની આસપાસના લોકો દ્વારા કાબુમાં લઇ લીધેલ હતી અને તે મકાનના માલિક ધીરૂભાઇ કણજારીયાનો શર્ટ તે રૂમમાં ટીંગાડેલ હોવાથી તેમાંં મોબાઇલ તથા રોકડ રકમ બળીને ભષ્મ થઇ હતી. અને ધીરૂભાઇ કણજારીયાને પગના ભાગમાં ઇજા થઇ હતી.

(12:02 pm IST)