Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ચોટીલામાં રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાના વિજેતાઓને મોમેન્ટોથી સન્માનીત કરાયા

સુરેન્દ્રનગર,તા.૨૪: જિલ્લા રમત - ગમત અધિકારીની કચેરી, સુરેન્દ્રનગર અને કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, સુરેન્દ્રનગર દ્વારા તા.૨૩ મી જાન્યુઆરી - ૨૦૨૦ના રોજ શ્નપ્રથમ રાજયકક્ષાની ચોટીલા આરોહણ - અવરોહણ સ્પર્ધા ૨૦૧૯-૨૦લૃચોટીલા ડુંગરની તળેટી ખાતે યોજાઇ હતી. જેમાં ૨૦૦ જેટલા સ્પર્ધક ભાઈઓ/બહેનો તળેટીમાંથી ડુંગર પર દોડ લગાવી હતી.

આ સ્પર્ધાને સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા કલેકટર શ્રી એન. ડી. ઝાલા, પ્રાંત અધિકારીશ્રી, ધારાસભ્યશ્રી ઋતવિકભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન ધોરીયા, ચોટીલાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચોટીલા મંદિરના મહંતશ્રી અમૃતબાપુ, વસંતગિરિ બાપુ તેમજ ભીખાલાલ સોલંકી સહિતના મહાનુભાવોએ ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.

સ્પર્ધા પૂર્ણ થયા બાદ આ સ્પર્ધાના ભાઈઓ - બહેનોની કેટેગરીના વિજેતા સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી, મોમેન્ટો, પ્રમાણપત્રો તેમજ રોકડ પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, ચોટીલા ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં ભાઈઓની કેટેગરીમાં પ્રથમ રેન્કમાં બાવળીયા જીતુભાઈ, દ્વિતિય રેન્કમાં ખવાડીયા અક્ષય, તૃતિય રેન્કમાં કુકડીયા વિશાલ, ચતુર્થ રેન્કમાં  પરમાર નિલેશ, પાંચમાં રેન્કમાં ડામોર જયમિન, છઠ્ઠા રેન્કમાં માલકીયા મનસુખભાઈ, સાતમાં રેન્કમાં સાકરીયા  નિતીન, આઠમાં રેન્કમાં પરમાર ઉદય, નવમાં રેન્કમાં  વાનસ ભરતભાઈ અને દસમાં રેન્કમાં ખોરાણી ગોપાલભાઈ જયારે બહેનોની કેટેગરીમાં પ્રથમ રેન્કમાં કટેશીયા પાયલ, દ્વિતિય રેન્કમાં દ્યાડવી અસ્મિતા, તૃતિય રેન્કમાં કટેશીયા  મનીશા, ચતુર્થ રેન્કમાં  કોશીયાણીયા કીંજલ, પાંચમાં રેન્કમાં સાકરીયા કાજલ,  છઠ્ઠા રેન્કમાં સોલંકી કીંજલ, સાતમાં રેન્કમાં કટેસીયા  પારસ, આઠમાં રેન્કમાં પરમાર સજન, નવમાં રેન્કમાં સરવૈયા ચંદ્રીકા,  દસમાં રેન્કમાં રંગપરા કાજલ  વિજેતા જાહેર થયા હતા.

(12:02 pm IST)