Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ચોટીલા ખાતે દેશભકિતનાં ગીતો ગુંજશે

ચોટીલા, તા. ર૪ : પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યા—૨૫ જાન્યુઆરી ૨૦૨૦ ને શનિવારે—રાત્રે ૮.૩૦ કલાકે—રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા સ્થિત  આર. ટી. શાહ સ્કૂલ (પંચનાથ મહાદેવ મંદિરની સામે) ખાતે 'સ્વરાંજલિ' કાર્યક્ર્મનું આયોજન કરાયું છે. શાળાનાં વિઘાર્થી માટે ખાસ આ કાર્યક્રમ સવારે ૯ કલાકે પણ યોજાશે. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંગીત-સંસ્કૃતિથી પરિચિત-પ્રેરિત થાય તેમજ દેશપ્રેમની ભાવના જાગૃત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેદ્યાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા ચોટીલા એજયુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટ દ્વારા આ પ્રેરક કાર્યક્ર્મનું આયોજન થયું છે.        વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ખ્યાતનામ પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી (અમદાવાદ–પુણે) દેશભકિત તેમજ જૂનાં સદાબહાર ગીતો રજૂ કરશે.ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળે પુષ્પાંજલિ અર્પણ થશે. સરકારી તાલુકા પુસ્તકાલયમાં મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીનાં સાહિત્યનું પુસ્તક પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે.   

સહુ ભાવિકોને 'સ્વરાંજલિ' કાર્યક્ર્મમાં પધારવા પિનાકી મેઘાણી (૯૮૨૫૦૨૧૨૭૯), કિરીટસિંહ રહેવર - મામા (૯૯૭૮૧૭૦૯૩૪)નું જાહેર નિમંત્રણ છે.

(12:00 pm IST)