Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ગીરગઢડાની કોદીયા સીમમાં એક સાથે ૭ સિંહે ગાયનું મારણ કરીને મીજબાની માણી

ઉના, તા. ર૪ : ગીરગઢડા તાલુકાના કોદીયા ગામની સીમમાં એક સાથે ૭ સિંહના ગ્રુપે ગાયનું મારણ કરી મિજબાની માણી હતી.

રાજા પ્રાણીઓમાં પણ કુટુંબ ભાવના અને એકતા જોવા મળી રહી છે જેનો એક દાખલો ઉનાના ગીરગઢડા તાલુકાના કોદીયા ગામની સીમમાં  સાત સિંહનું ગ્રુપ એક સાથે શિકાર કરવા નિકળ્યું હતું અને એક ગાયને જોઇ જતા તેની ઉપર તરાપ મારી મારી નાખી હતી અને એકી સાથે ૭ સિંહ મારણ આરોગતો વિડીયો અને ફોટો ગ્રામજનોએ કેમેરામાં કેદ કરી લીધેલ હતો.

(11:58 am IST)