Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

કાલાવડની હીરપરા કન્યા વિદ્યાલય રાજય કક્ષાએ તૃતીય કક્ષાનો શ્રેષ્ઠ શાળા એવોર્ડ સાથે રૂ. બે લાખનો પુરસ્કાર મેળવ્યો

સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાની પ્રથમ એવોર્ડ મેળવવાનું ગૌરવ મેળવતી એક માત્ર શાળા

તાજેતરમાં  અમદાવાદ  ખાતે શાળાને એવોર્ડ અર્પણ સમારોહ પ્રસંગે કાલાવડની હીરપરા કન્યા વિદ્યાલયને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ તથા રોકડ પુરસ્કાર ગુજરાત રાજય બાળ સરંક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન પંડયા તથા ભારત સરકારના બાળ વિકાસ આયોગના અખિલેશ મિશ્રાના હસ્તે કાલાવડ તાલુકા લેઉઆ પટેલ સેવા સમાજના પ્રમુખ ગોપાલભાઇ અકબરી, ઉપપ્રમુખ મગનભાઇ શીયાણી, મંત્રી જમનભાઇ તારપરા, ખજાનચી વેલજીભાઇ સભાયા, ટ્રસ્ટી રમણીકભાઇ અકબરી, જામનગર જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીના મહિલા અધિકારી બીનાબેન દવે, શાળાના આચાર્ય પાર્વતીબેન અમીપરા, તથા સ્ટાફગણ હસમુખભાઇ લાખાણી, દોંગા સાહેબ તથા સંગીતાબેન તારપરા હાજર રહેલ તે પ્રસંગની તસ્વીર.

કાલાવડ તા. ૨૪ :  શ્રી કાલાવડ તાલુકા લેઉઆ પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી હીરપરા કન્યા વિદ્યાલય તથા શ્રી કન્યા પ્રાથમિક શાળા તથા કાલાવડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ તથા અકબરી કન્યા છાત્રાલય કાલાવડ શૈક્ષણિક સંકુલે ગુજરાત રાજય શિક્ષણ વિભાગ- ગાંધીનગર તથા કમિશ્નર શાળાઓની કચેરી તથા ગુજરાત રાજય પસંદગી સમિતિ દ્વારા વર્ષ ર૦૧૯-ર૦ર૦ મા રાજયએ તૃતીય કક્ષાનો એવાર્ડ મેળવી હીરપરા શૈક્ષણિક સંકુલે સમાજ, દાતાશ્રીઓ તથા સર્વ ટ્રસ્ટીશ્રીઓ, સ્ટાફગણ  તથા સર્વે વિદ્યાર્થીનીઓ તથા શૈક્ષણિક સંકુલ પરિવારનુ ગૌરવ વધારેલ છે.

આ એવોર્ડ મેળવવા પાંચ વર્ષે નોમીનેટ થઇ શકાય છે. જેમાં બોર્ડનુ પરિણામ, શાળા સલામતી, શાળાની ભૌતિક સુવિધા, લેબ, વર્ગખંડ, પુસ્તકાલય, સ્માર્ટ કલાસ રૂમ, સુખાકારી સગવડો શાળાનું ભાવાવરણ, શાળામાં લોક જાગૃતિ અભિયાન, શાળા  દ્વારા સામાજિક પ્રવૃિઓ તથા રમતોત્સવ-ખેલ, મહાકુંભ, ગુણવતાલક્ષી શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રવૃતિઓ, માનવ મૂલ્યો, સંસ્કૃતિ, સંસ્કાર અને પર્યાવરણનુ઼ જતન, સ્વચ્છતાની જાળવણીનું પ્રવૃતિલક્ષી શિક્ષણ વગેરે પ્રવૃતિઓને ધ્યાનમાં લઇ રાજયકક્ષાની  પસંદગી સમિતિ દ્વારા એવોર્ડની પસંદગી કરવામાં આવે છે.

આ એવોર્ડથી રર વર્ષની વિકાસ યાત્રાામં ગ્રાન્ટેડ શાળાએ સફળતાના શિખરો સર કર્યા છે. આ એવોર્ડ તાજેતરમાં અમદાવાદ મુકામે ગુજરાત રાજય બાળ અધિકારી સરંક્ષણ આયોગ તથા રાષ્ટ્રીય બાળ અધિકારી સરંક્ષણ આયોગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મહેમાનોની હાજરીમાં એવોર્ડ અર્પણ કરી શાળાનું સન્માન કરાયું હતુ.

(11:51 am IST)