Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

કાલાવડના ખંઢેરા ગામ નજીક ટ્રક હડફેટે યુવાનનું કરૂણ મોત

જામનગર તા ૨૪  : કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દેવાભાઇ કરમશીભાઇ ઠુંગા એ ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદી દેવાભાઇના ભત્રીજા બુધાભાઇ ભીમાભાઇ ઠુંગા (ઉ.વ.૪૦), રે. બેરાજા (પસાયા) વાળો તેનું મોટરસાયકલ નં. જીજે-૦૩-એન.એન. ૮૮૪૪ નું લઇ વેકરી ગામ, તા. ગોંડલ જી.રાજકોટ થી તેમના ગામ પસાયા બેરાજા આવતા હતા ત્યારે  ખંઢેરી ગામ પાસે આવેલ ગોળાઇમાં પહોંચતા આ કામનો આરોપી એક અજાણ્યા વાહન (ટ્રક) નાં. રજી. નંબર કે ડ્રાઇવરનું નામ ખબર નથી તે અજાણ્યા વાહન (ટ્રક) ચાલકે તેમનું વાહન પુર ઝડપે બેફીકરાઇ અને ગફલતીભરી રીતે ચલાવી બુધાભાઇના મોટરસાયકલ સાથે ભટકાળી અકસ્માત કરી તેનું મોત નિપજાછ નાસી જઇ ગુનો કરેલ છે.

ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

જામનગરઃ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જીતેનભાઈ હરેશભાઈ પાગડારએ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૨૩ના કાલાવડ બસ સ્ટેન્ડ પાસે આરોપી ગૌતમ રમેશભાઈ વાઘેલા રે. દાવલી ગામવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પાર્ટી સ્પેશ્યલ બોટલ દારૂની નંગ-૧ની ૪૦૦ એમ.એલ. કિં. રૂ. ૨૦૦ની રાખી રેઈડ દરમિયાન ઝડપાઈ ગયેલ છે.

સીમમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

જામનગરઃ લાલપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ટી.બી. જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે તા. ૨૩-૧-૨૦૨૦ના મોટા ખડબા ગામની ખેરાડ સીમ વિસ્તારમાં આ કામના આરોપી દેશુર હમીરભાઈ ચાવડા રે. જામનગરવાળો પોતાના ભોગવટાની વાડીના મકાનમાં ભારતીય બનાવટની પરપ્રાંતીય અંગ્રેજી દારૂ પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કી બોટલ નંગ-૫૦, કિંમત રૂ. ૨૫૦૦૦ ગેરકાયદેસર વેચાણ અર્થે પોતાના કબ્જા ભોગવટાની વાડીના મકાનમાં રાખી રેઈડ દરમ્યાન હાજર નહી મળી આવી ગુનો કરેલ છે.

(11:29 am IST)