Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

તાલાલા - કચ્છમાં ભૂકંપના હળવા આંચકા

રાજકોટ તા. ૨૪ : ગીર સોમનાથના તાલાલા ગીર અને કચ્છમાં ભૂકંપના ૩ આંચકા અનુભવાતા લોકોમાં ચિંતા પ્રસરી છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયુ કે, કાલે રાત્રીના ૧૨ વાગ્યે ગીર સોમનાથના તાલાલામાં ૧.૭ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

જ્યારે કચ્છના રાપર અને ભચાઉમાં મોડી રાત્રીના ૧૦.૪૨ વાગ્યે અને ૨ વાગ્યે ૧.૮ અને ૧.૧ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.  છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રની ધરતી ફરી ગઇકાલે ત્રણ વખત ધણધણી ઉઠી હતી. જેને લઇને સૌરાષ્ટ્રવાસીઓને ફરી કચ્છના ભૂકંપની યાદ તાજા થઇ ગઇ હતી. જ્યારે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ ભૂકંપે કચ્છ સહિત રાજ્યમાં તારાજી સર્જી હતી. સૌરાષ્ટ્રમાં ૨૪ કલાકમાં ૩ ભૂકંપ અનુભવાયા હતા.

(11:30 am IST)