Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

માળીયા હાટીનાઃ બાલવી માતાજીનો પાટોત્સવ-હવન યોજાયો

 માળીયા હાટીના તાલુકાના વિરડી ગામે લોહાણા જ્ઞાતિના કાનાબાર પરીવારના કુળદેવી શ્રી બાલવી માતાજીના શીખરબંધ મંદિર દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીનો ૧૮મો વાર્ષિક પાટોત્સવ તથા યજ્ઞનું આયોજન કરેલ. આ પ્રસંગે કાનાબાર પરિવારના નટુભાઇ કાનાબારે માતાજીના ગરબાની રમઝટ બોલાવી હતી. બપોરે ફરાળ બાદ બીડુ હોમાયા બાદ જ્ઞાતિજનોએ મહાપ્રસાદ લીધો હતો. હવનના આચાર્ય તરીકે સારસ્વત બ્રાહ્મણ કેતનભાઇ પેરાણી, આનંદભાઇ તથા મેહુલભાઇએ શાસ્ત્રોકત વિધી કરાવી હતી. આ હવનમાં મુંબઇ અમદાવાદ રાજકોટ - ભુજ - જુનાગઢ - જામનગર ભાવનગરથી કાનાબાર  ઉપસ્થિત રહ્યા હતા સવારે ૯-૦૦ વાગ્યે વાજતે-ગાજતે માતાજીની શોભાયાત્રા નીકળી હતી. તસ્વીરમાં હવનકુંડ તથા હવન પ્રસંગે ઉપસ્થિત કાનાબાર પરિવાર સભ્યો નજરે પડે છે.

(11:40 am IST)