Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ભાણવડમાં મેગા દબાણ હટાવ ઓપરેશન

સરકારી જમીન ઉપર કરોડોનું બાંધકામ તોડી પાડતુ તંત્ર

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.ર૩ : યુવા તથા આઇ.એ.એસ. અધિકારી પ્રાંત ડી.આર.ગુરવે દ્વારા તાજેતરમાં ભાણવડમાં દબાણ હટાવો ઓપરેશન હાથ ધરવામાં આવેલું જેમાં તેમને ભાણવડમાં મામલતદાર કચેરીની તદ્દન નજીકમાં કોમ્પ. બનાવીને કરોડોની દુકાનો પડકી દેવાનું જણાતા તેમણે આ બાબતે સર્વે કરીને તપાસ કરતા આ જમીન સરકારી હોવાનું જણાતા તેમણે નોટીસો આપીને જણાવેલ ખાસ સુચી કાનુની કાર્યવાહી કરી હતી જે સામે આ જમીન દુકાનના આસામીઓએ ખંભાળિયા કોર્ટમાં મનાઇ હુકમ માટે રીટ કરેલી જે રીટને સરકારી વકીલશ્રી  કે.સી.દવેની જોરદાર દલીલોની કારી નંખાઇ હતી. તે પછી આજે સવારેજ જે.સી.બી.મશીન સાથે ખંભાળિયા પ્રાંત અધિકારી ડી.આર. ગુરવે મામલતદાર તથા પોલીસને સાથે રાખીને ૧પ દુકાનોનું કોપ્લેક્ષ તોડવાનું શરૂ કરતા ભારે ચર્ચા જાગી છે.

પ્રાંત અધિકારીશ્રી ડી.આર. ગુરવે જણાવ્યું કે ૮૦/૯૦ લાખની એક એવી આ ૪૧ર દુકાનો ગેરકાયદે સરકારી જમીન પર બાંધકા હોય તેને દુર કરવા કાર્યવાહી થઇ રહી છે. તથા સરકારના નિયમ મુજબની ફરીયાદ પણ દબાણકર્તા સામે થશે.

આ કરોડોની દુકાનો ના હટે તે માટે સ્થાનિક તથા જિલ્લાના નેતાઓ દ્વારા પણ દબાણ અને રજુઆતો થઇ હતી તથા આ દબાણો માટે જિલ્લા કોર્ટમાંથી મનાઇ હુકમ ના મળતા આસામીઓ હાઇકોર્ટમાં જવા તજવીજ કરી રહ્યા હતા ત્યાં પ્રાંત અધિકારીએ ઘા મારી દીધો !!! પ્રાંત અધિકારી ડી. આર. ગુરવે દ્વારકા જિલ્લામાં દબાણકારો સામે રાજયમાં સરકારમા પગલા નવા કાયદા પછી સમજી તેવામાં સૌથી મોટું દબાણ હટાવો ઓપરેશન કર્યું છે તથા આ ૧પ દુકાનોના કોમ્પલેક્ષની જેમ અન્ય પણ કોમ્પલેક્ષ તથા દુકાનો પણ ગેરકાયદેસર હોય આ બાબતે પણ તપાસ કરવાનું શરૂ કરીને આ અંગે પણ કડક પગલા લેવાશે તેમ તેમણે જણાવ્યું હતું.

(3:40 pm IST)