Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

પેરોલમાંથી ફરાર પાકા કામના કેદીને પકડી પાડતી એલસીબી રાજકોટ ગ્રામ્ય

ગોંડલ, તા., ૨૩: રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંહ તથા ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી પેરોલ-ફર્લો -વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડવા અંગે સુચના આપી હતી.

એલસીબી પો. ઇન્સ. એ.આર. ગોહીલની રાહબરી હેઠળ એલસીબી સ્ટાફના માણસોને મળેલ હકીકત આધારે પાકા કામના કેદી વસંત રમેશભાઇ વાડોદરીયા જાતે પટેલ (ઉ.વ.૩ર) રહે. ગોંડલ આઇટીઆઇ પાસે સાઢોડીયા સોસાયટી વાળાને નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદથી પેરોલ રજા મેળવી ફરાર થયેલ હોય જેને જેતપુર તીનબતી ચોકમાંથી પકડી પાડેલ છે.

રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસ ઇન્સ. એ.આર.ગોહીલ, પો. હેડ કોન્સ. મહીપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા, મહેશભાઇ જાની, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, પો.હેડ કોન્સ. સંજયભાઇ પરમાર પો.કોન્સ. દિવ્યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, કૌશીકભાઇ જોષીએ કામગીરી કરી હતી.

(3:39 pm IST)