Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કચ્છ સરહદે સૈનિકોને સોલાર લાઇટનું વિતરણ : નિદાન કેમ્પ માટે લેવાયા બ્લડ સેંપલ

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયો સેવાયજ્ઞ : ભુજ સ્થિત યુનીટેક લેબોરેટરીના ડો. મિલીંગ વૈદ્યનો ઉમદા સહકાર

રાજકોટ તા. ર૩ : શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂજ સ્થિત ૭૯ બટાલિયનના જવાનોની સિરક્રીક, કોટેશ્વર મહાદેવ, નારાયણ સરોવર, હરામીનાળા, લક્કી, નાળા તેમજ લખતરની સંવેદનશીલ સરહદ પર આવેલી નિર્જન B.O.P.(BORDER OUT POST) પર તેનાત અને અંધકારમાં  ફરજ બજાવતા BSF ના જાબાજ જવાનોની ચોકીઓ પર તેમની સવલિયત માટે ૪૦ ઓટોમેટિક સોલર લાઇટોનું વિતરણ કરવામાં આવ્યું.

તેમજ હવે નડાબેટ બોર્ડર પર જેમ BSF ના જવાનોને શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ સેવા ઉપલબ્ધ કરીએ છીએ તેમ ભુજ સ્થિત ૭૯ બટાલીયનના સિરક્રીક, કોટેશ્વર મહાદેવ, નારાયણ સરોવર, હરામીનાળા, લકકી નાળા તેમજ લખતર પર તેનાત જવાનોના વ્યવસ્થિત મેડીકલ ચેક અપ કાર્યક્રમના ભાગરૂપે અગાઉથી તપાસ કરવાના હેતુસર રૂબરૂ જઇને લેબોરેટરીની ટીમ દ્વારા બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા.

શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા BSF જવાનોના લોહીના પૃથક્કરણ પછી તરત જ બીજા અઠવાડિયે વિવિધ શાખાઓના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા નિદાન કરી જરૂરી દવાઓનું વિના મૂલ્યે વિતરણને તે જ સ્થળે કરવામાં પણ આવશે.

આ ભગીરથ કાર્યમાં ભુજ સ્થિત UNITECH LABORATORY ના ડો. મિલીદ વૈદ્ય દ્વારા જરૂરી તમામ સહકાર આપવામાં આવ્યો હતો.આ કાર્યમાં શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના સ્ટાફ ઉપરાંત શ્રી પ્રકાશ ભાટીયા (ઉર્ફે કર્નલ), શ્રી ભાવેશ જયસ્વાલ તથા ડો. નિમેષ પટેલની પ્રશંસનીય કામગીરી રહી.કોરોના કાળ દરમ્યાન ટ્રસ્ટની સરહદ ઉપર ફરજ બજાવતા જવાનો માટે મેડિકલ સારવારની આ સાતમી વખતની મુલાકાત છે. જેનો અમને આનંદ છે. તેમ ટ્રસ્ટી અનંતભાઇ દવે તથા સ્થાપક ડો. પ્રકાશ કુર્મીએ જણાવ્યું છે.

(3:38 pm IST)