Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

અમરેલી તાલુકાના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે દિપક માલાણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૩: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે અમરેલી તાલુકાના ઇન્ચાર્જ તરીકે દીપકભાઇ માલાણીની વરણી કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અમરેલી તાલુકાના નિરિક્ષક તરીકે દિપકભાઇ માલાણીની વરણી કરવામાં આવેલ છે. અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઇ વેકરીયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને લઇ અમરેલી તાલુકાના ઇન્ચાર્જ તરીકે સહકારી ભામાશા આગેવાન અને સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન દીપકભાઇ માલાણીની નિમણૂંક કરવામાં આવેલ છે.

(12:43 pm IST)