Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

અમરેલી શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની મુલાકાતે મહાનુભાવો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૩: ટ્રસ્ટના મહામુલા વ્યકિતગત સમા બહેનશ્રી એકતાબેનની વિશેષ ઉપસ્થિતીમાં એવમ ચેરમેન વસંતભાઇ ગજેરાની આદર્શતાને ચરિતાર્થને પ્રદાન કરવાની સાથો સાથ ડો. શોભનાબેન મહેતાના માર્ગદર્શન એવમ કેમ્પસ ડાયરેકટર પીન્ટુભાઇ ધાનાણીના પુરૂષાર્થથી આરોગ્યલક્ષી સેવાઓમાં સમગ્ર ગુજરાતમાં અગ્રસરે રહેતાી શાંતાભા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, અમરેલીની મુલાકાત લેતા નારણભાઇ કાછડીયા અને ધારાસભ્ય જે.વી. કાકડીયા ટ્રસ્ટના મહામુલા વ્યકિતગત સમા બહેન એકતાબેન ટ્રસ્ટી દ્વારા સ્વાગત કરાયું.

શાંતાબા મેડીકલ અને જનરલ હોસ્પિટલ , અમરેલી સેવાન્વીત કાર્યોને લોકાભીમુખતા પ્રદાન કરી રહી છે. જેનો ગૌરવ વ્યકત કરતા વસંતભાઇ ગજેરાએ જણાવ્યું કે, સાંસદ એવમ ધારાસભ્યશ્રીઓની અવિરત મુલાકાત દ્વારા હોસ્પિટલ કાર્યોને વધુ વેગવંતતા પ્રદાન થઇ છે. એવમ સેવાન્વીત કાર્યોને અમરેલી જિલ્લાના છેવાડાના ગામોના જરૂરીયાત મંદ વ્યકિતઓ સુધીમાં હોસ્પિટલની સેવાઓ પહોંચાડી શકવામાં શકયતા પ્રાપ્ત કરી છે.

(12:42 pm IST)