Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

રાજુલા પાલિકા કર્મચારી ઉપર હુમલો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૩ :.. રાજુલા નગરપાલિકામાં પાણી છોડવાના સંપમાં નોકરી કરતા રોનકભાઇ બળવંતભાઇ ઝાપડીયા વાલ્મીકી ઉ.ર૪ પોતાની ફરજ ઉપર હતાં. ત્યારે રોહિલ રહિમ જોખીયા, સાજીદ રહિમ જોખીયા, રહિમ ખાલક જોખીયા બાઇક ઉપર આવીને. જણાવેલ કે તુ કયાં વિસ્તારમાં પાણી આપે છે. જેથી જણાવેલ કે હું વારા પ્રમાણે પાણી આપુ છું. જેથી સારૂ નહિ લાગતા પાઇપ તેમજ ઢીકા પાટુ વડે મારમારી વચ્ચે પડેલા ગૌતમભાઇ ચૌહાણને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ધમકી આપ્યાની રાજૂલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

સાજીયાવદર નજીક ફોર વ્હીલ સાથે અથડાવી નુકસાન

સાજીવાવદર ગામના પાટીયા નજીક નિકુલભાઇ મુકેશભાઇ વાળા (ઉ.ર૬) રહે. અમરેલી વાળાની અટીકા ફોર વ્હીલ જી. જે. ૦૧ કે. કયુ. રપ૪૬ સાથે ફોર વ્હીલ હોન્ડા સીટી જી. જે. ૦૬ ડી. બી. ૮૦૦૮ ના ચાલકે પુર ઝડપે અને બેફીકરાયથી ચલાવી કારના પાછળના ભાગે અથડાવી કારને અંદાજે રૂ. ૧ લાખનું નુકસાન કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

નાગેશ્રીના ધોળાદ્રીમાં યુવાન ઉપર હૂમલો

નાગેશ્રીના ધોળાદ્રી ગામે રહેતા લાખાભાઇ દાનાભાઇ પરમાર ઉ.ર૯ ને જુના મનદુઃખના કારણે આલ્કુ વલકુ વરૂ, ભરત અમરૂ વરૂ, અશોક દેવીપૂજક અને એક અજાણ્યા શખ્સે ગાળો બોલી લાકડી અને ઢીકાપાટુ વડે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ધમકી આપ્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

સાવરકુંડલા નજીક સીમમાં નીરણમાં આગ લાગી

સાવરકુંડલા નજીક સીમમાં હિતેશભાઇ બાબુભાઇ ભુવા ઉ.૪૭ એ ફાર્મ રાખેલ લાભુભાઇ ધનજીભાઇ વિરાણીના ખેતરે માલઢોર માટે અલગ અલગ ખેડૂતો પાસેથી ૩૦ મણ નીરણ ખરીદ કરેલ. જે નીરણમાં કોઇ કારણેાસર  આગ લાગતા ર૦ મણ નીરણ સળગી જતા રૂ. ૪,૦૦,૦૦૦નું નુકસાન થયાનું સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(12:42 pm IST)