Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

પોરબંદર હથિયાર ધારાના ૧૯૯૮ના ગુન્હાની ફરીયાદમાંથી કાંધલભાઇ જાડેજાને ડીસ્ચાર્જ કરવા હાઇકોર્ટ હુકમ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૩ :  ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં રર વર્ષ પહેલાના ૧૯૯૮ના હથિયાર ધારા કેસમાં કાંધલભાઇ જાડેજાનું નામ ડીસ્ચાર્જ કરવાનો હાઇકોર્ટે હુકમ આપ્યો છે.

સને ૧૯૯૮ ની સાલ માં એલ.સી.બિ. પીએસઆઇ સુખદેવ સિંહ ઝાલા ને ખાસ ફરજ માં મૂકવામાં આવેલ અને પોરબંદર માં ગુનાખોરી નું દુષણ વધતું ડામવા માટે પોલીસ એ સખ્તાઈ થી કામગીરી હાથ ધરેલી આ કામ ગિરિ માં હથીયાર ઝુંબેશ અનધિકૃત શસ્ત્રો પોરબંદર જિલ્લા માંથી પોલીસ દ્વારા ગુનેગારો ને સોધી અને લાલ આંખ કરેલી અને જીલ્લા ભર માં પોલીસ સ્ટેશન માં માથાભારે અને ગુનાહિત તત્વો સામે સબંધિત પોલીસ સ્ટેશન નો માં ઉચ પોલીસ અધિકારી ની ગુન્હો દાખલ કરવા માં આવેલ.

આ ઝુંબેશ દરમિયાન પોરબંદર પંથક માં સરમણભાઇ મુંજાભાઇ જાડેજા અરજણભાઇ મુંજાભાઇ જાડેજા અને ભૂરભાઇ મુંજાભાઇ જાડેજા વિગેરેનાં નામો ચર્ચામાં રહેતા સરમણભાઇ મુંજાભાઇની ધાક હતી સરમણભાઇ મુંજાભાઇની બખરલા ગામે હત્યા થયેલી અને બગવદર પોલીસ સ્ટેશનમાં તેના  હત્યારા કાળા કેશવ ગોરાણીયા વિગેરે સામે ઇ. પી. કો ૩૦૨ બે મુજબ ગુન્હો દાખલ થયેલો અને સ્વ.સરમણભાઇ મુંજાભાઇની હત્યા બાદ તેમના ધર્મ પત્ની ગ. સ્વ. સંતોક બેન જાડેજા એ રાજકારણ માં પ્રવેશ કર્યો પ્રથમ પોરબંદર તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દીનો પ્રારંભ થયો ત્યાર બાદ તેઓ રાણાવાવ કુતિયાણાના વિધાન સભા ની ચૂંટણી લડ્યા અને જીત થય. ગાંધીનગર ચીમન ભાઈ પટેલનું સરકારમાં સારુ એવું ગ.સ્વ સંતોકબેન જાડેજાનું વર્ચસ્વ હતું. અને આ સમય દરમિયાન હાલ ના વર્તમાન કુતિયાણાના રાણાવાવ ના ધારાસભ્ય કાંધલભાઇ જાડેજાના લગ્ન પ્રસંગ દરમિયાનમાં ગાંધીનગરથી મુખ્યમંત્રી સ્વ. ચીમન ભાઈ પટેલ એની સાથે મંત્રી શ્રીઓ એ લગ્ન પ્રસંગ માં હાજરી આપી અને ધીમે ધીમે જાડેજા પરિવારનો રાજકારણ પરિવારમાં પ્રવેશ થયો ગ.સ્વ. સંતોકબેન જાડેજા અને તેમના દિયર સ્વ. ભૂરાભાઇ મુંજાભાઇ જાડેજા એ રાજકીય હરીફાઈ શરૂ થઇ દિયર ભોજાઈ સામ સામે ચૂંટણી લડ્યા અને ગ. સ્વ. સંતોક બેન ની હાર થયેલ પરંતુ આજે જાડેજા પરિવાર એક છે.

 સને ૧૯૯૮ની સાલમાં એલ. સી. બી. ની ગુનેગારોને અંકુશમાં લેવા ઝુંબેશ ચાલતી હતી આ ઝુંબેશ દરમિયાન એલ.સી. બી. એ કાંધલભાઇ સરમણ જાડેજાને સહ આરોપી દર્શાવી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન માં હથીયાર ધારાનું ગુન્હો દાખલ કરવામાં આવેલો હતો. ઉદ્યોગનગરની નોંધાયેલ ફરિયાદમાં કાંધલભાઇ જાડેજા સહ આરોપી દર્શાવેલ પરતું તેઓને કોઈ ખબર જ નથી કે હથીયાર ધારા માં ઉદ્યોગનગર માં નોંધાયેલ ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવેલ છે કાનૂની કાર્યવાહી બાદ તેઓ કાંધલભાઇ જાડેજા એ તાત્કાલિક ગુજરાત ની વડી અદાલત માં પોતાને ડીસ ચાર્જ કરવા પિટિશન દાખલ કરેલી અને ડિસ ચાર્જની માંગણી કરેલી અને ફરિયાદ માં માત્ર તેઓ શ્રી નું નામ હતું કોઈ સમર્થન ફરિયાદ ને મળે તેઓ કોઈ ઠોસ પુરાવો નહતો જે મહત્વ નું બાબત હતી.

જે ઉપર થી હાઇ કોર્ટ માં પિટિશન દાખલ થયેલી. સદરહુ પિટિશન ની સુનાવણી હાઈકોર્ટે હાથ ધરતા ફરિયાદ માં દર્શાવેલ હકીકત ને કોઈ સમર્થન કે ઠોસ પુરાવો મદદ થાય તેવો દર્શાવેલ તથા નોંધાયેલ નથી જે ઉપરથી ગુજરાતની વડી અદાલત એ આ હકીકત ધ્યાને લેતા ઉદ્યોગ નગર સને ૧૯૯૮માં પોલીસ સ્ટેશનમાં આરોપી તરીકે વર્તમાન હાલ રાણાવાવ કુતિયાણાના  ધારાસભ્યની સામે નોંધાયેલ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની ડિસ્ચાર્જ કરવામાં હુકમ કરેલ છે અને એ રીતે ઉદ્યોગ નગર ના ગુન્હા માંથી સહ આરોપીનું નામ ડિસ્ચાર્જ થયેલ છે હાલ કાંધલભાઇ જાડેજા રાણાવાવ કુતિયાણા વિધાનસભા વિસ્તાર માંથી છેલી બે ટર્મથી એન.સી.પી. ના ધારાસભ્ય તરીકે વિજય થયેલ છે. અને રચનાત્મક અને વિકાસશીલ પોતાના મત વિસ્તારમાં હાથ ધરેલા છે જેમાં વર્તમાન સરકાર માં સફળતા પૂર્વક રજૂઆતો કરી દ્યેડ પંથકનો વિકાસ હાથ ધરેલા છે.

(12:45 pm IST)