Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

વેરાવળ ભાલકા પોલીસ ચોકીમાં તુરક સમાજના પટેલનો પોલીસ ઉપર હુમલો પોલીસ બેડામાં ખળભળાટ

આરોપી નાશી છુટતા તેને પકડવા પોલીસ દ્વારા શોધખોળ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૩: તાલાલા નાકા પોલીસ ચોકીમાં રાત્રીના સમયે અજમેરી કોલોનીમાં રહેતા રીયાકત ઈબ્રાહીમ તાજવાણી કેફી પીણું પીધેલ હાલતમાં પકડાય ગયેલ હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનમાં લાવેલ હોય ત્યારે તુરક સમાજના પટેલ જાવીદ તાજવાણી પોલીસ ચોકીમાં ઘુસી ગયેલ અને ફરજ ઉપરના કર્મચારી સરતાજ સંાધ, કરણસિંહ ચૌહાણને કહેલ કે તમે ખોટી રીતે અમારા કુંટુંબના છોકરાને લઈ આવેલ છો તેની સામે ફરીયાદ ન નોંધતા મારી સાથે જવા દો જેથી ફરજ ઉપરના પોલીસ કર્મચારીઓએ જણાવેલ કે કાયદેસરની કાર્યવાહી બાદ જામીન ઉપર મુકત કરી શકાય જેથી તુરક સમાજના પટેલ જાવીદ તાજવાણી એ કહેલ કે હું મુસ્લીમ સમાજનો પ્રમુખ છો તમો મારૂ અપમાન કરો છે તેમ કહી બોલાચાલી કરી ધમકી આપેલ હતી અને કહેલ કે તમો મારી સોસાયટી વિસ્તારમાં આવો છો તેમ કહી કર્મચારી સરતાજ સાંધનો કાથલો પકડી ઝપાઝપી કરી પછાડી દઈ બનાવના સ્થળેથી નાશી છુટેલ હોય આ બનાવની ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ થયેલ હતી જેથી તાત્કાલીક સ્થળ ઉપર પહોચી ગયેલ હતા અને નાશી છુટેલા જાવીદ તાજવાણી સામે ૧૮૬,૩૩ર સહીત કલમો હેઠળ ગુનો નોંધેલ હતો અને આરોપીને ઝડપવા પોલીસ દ્રારા શોધખોળ થઈ રહેલ છે.

વેરાવળ ભીડીયા સોમનાથ વિસ્તારમાં અનેક જ્ઞાતિઓ પટેલ પ્રથા હોય અને તે વિસ્તારોમાં આરોપીને ઝડપવામાં આવે ત્યારે પટેલો આગેવાનો પોલીસ પાસે પહોંચી જાય છે ધાકધમકી,રાજકીય રીતે આરોપીઓને છોડાવી જાય છે આ કીસ્સામાં પોલીસ કર્મચારી ઉપર આરોપીને છોડાવવા માટે ખુલ્લેઆમ હુમલો થતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચેલ છે.

(12:39 pm IST)