Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

માળીયાહાટીનામાં નાણા નહી મળતા મગફળી ખરીદી બાબતે હોબાળો

માળીયા હાટીના તા. ૨૩ : મગફળી અને તુવેર કૌભાંડ બાદ એક વધુ મગફળીમાં છેડછાડ બાર આવી હતી ગુજરાત પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ખરીદી માટે અત્રેના માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી બાદ અનેક ખેડૂતોના વેચાણના પૈસા મળતા ના હોય ખેડૂતો દ્વારા લાગતા વળગતા અધિકારીઓને વારંવાર માગણી બાદ આજે કિસાન કોંગ્રેસના પાલાભાઇ આંબલિયા મનીષભાઈ નંદાણીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ માલદેભાઈ પીઠીયા સહિત દ્વારા તપાસ હાથ ધરતા ખેડૂતોની મગફળી પરીક્ષણમાં પાસ થયા બાદ જ સ્વીકારતી હોય છે અને બાદમાં જ નિગમ ખરીદી કરતું હોય છે ત્યારે ખરીદીના નિયમો નેવે મૂકી મગફળી લેવામાં આવતી હોય છે અને સ્થળ પર રૂબરૂ તપાસમાં મગફળીની ગુણીઓ પર પાકી સિલાઈને બદલે હાથ સિલાઈ જ કરવામાં આવતી હોય અને ગુણી પર મારવાના ટેગ પણ ઠેર ઠેર ઉડતા જોવા મળ્યા હતા અને ખરીદી કરાયેલ ૩૦૦૦ ગુણી જેટલી મગફળી વેર હાઉસમાંથી રિજેકટ થઈ પરત ફરી છે ત્યારે કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોએ જયારે મગફળી આપી ત્યારે પરીક્ષણ કરી જ લેવાઈ હોય ત્યારે ખેડૂતોના પૈસા શા માટે ચુકવવામાં વિલંબ કરવામાં આવે છે અને કયાંક ને કયાંક ખરીદી બાદ વેર હાઉસમાં પહોંચે તે પહેલાં મગફળીનો બદલો મારી મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે.

જયારે આ બાબતે ખરીદી કરનાર અધિકારીઓ પૂછરપરછમાં ગેગે ફેફે કરે છે ત્યારે એસ ડી એમ, મામલતદાર સહિત અધિકારીઓની મિટિંગ મળી હતી અને અધિકારીઓ દ્વારા તપાસ ચાલુ હોવાનું જાણવા મળે છે. આધારભૂત સુત્રોમાંથી મળતી વિગત મુજબ તુવેરકાંડની તપાસ કરતા અધિકારી મોરીને આ તપાસ સોંપાઈ હોવાનું જાણવા મળે છે.

(12:35 pm IST)