Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

સૌરાષ્ટ્ર - કચ્છમાં ટાઢોડુ યથાવત ગિરનાર ૫, નલીયા ૮.૮ ડિગ્રી

અમરેલી-૧૦, કંડલા એરપોર્ટ ૧૦.૨, રાજકોટ - વડોદરા - કેશોદમાં ૧૧.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન

રાજકોટ તા. ૨૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ટાઢોડુ યથાવત છે અને લઘુત્તમ તાપમાનનો પારો નીચે જતા લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે.

આજે ગિરનાર ઉપર ૫ ડિગ્રી, કચ્છના નલીયામાં ૮.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડીનો માહોલ જામે છે.

આજે અમરેલીમાં ૧૦, કંડલા એરપોર્ટ ૧૦.૨, રાજકોટ - વડોદરા - કેશોદમાં ૧૧.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

જૂનાગઢ : સોરઠમાં કાતિલ ઠંડીએ મુકાય કર્યો છે જેના પરિણામે ગિરનાર ખાતે પાંચ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ ઠંડીનું મોજું યથાવત રહ્યું છે. ગઇકાલે જૂનાગઢનું તાપમાન ૧૦.૫ ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે લઘુત્તમ તાપમાન અડધી ડિગ્રી વધીને ૧૧ ડિગ્રી નોંધાયું હતું. જેથી ઠંડીથી લોકોને કોઇ પ્રકારે રાહત મળી ન હતી.

જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે સવારે પાંચ ડિગ્રી ઠંડી રહી હતી. ગિરનારની યાત્રા અને પ્રવાસે આવેલા લોકોએ ઠંડીની મોજ માણી હતી.

આજની ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૨ કિમીની રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૧.૫ ડિગ્રી

ડીસા

૧૧.૮ ,,

વડોદરા

૧૧.૨ ,,

સુરત

૧૬.૬ ,,

રાજકોટ

૧૧.૨ ,,

ગિરનાર પર્વત

૫.૦ ,,

કેશોદ

૧૧.૨ ,,

ભાવનગર

૧૩.૪ ,,

પોરબંદર

૧૪.૦ ,,

વેરાવળ

૧૭.૩ ,,

દ્વારકા

૧૬.૩ ,,

ઓખા

૧૯.૨ ,,

ભુજ

૧૨.૬ ,,

નલીયા

૮.૮ ,,

સુરેન્દ્રનગર

૧૩.૦ ,,

ન્યુ કંડલા

૧૨.૦ ,,

કંડલા એરપોર્ટ

૧૦.૨ ,,

અમરેલી

૧૦.૦ ,,

ગાંધીનગર

૧૨.૧ ,,

મહુવા

૧૪.૫ ,,

દિવ

૧૩.૬ ,,

વલસાડ

૧૭.૦ ,,

વલ્લભ વિદ્યાનગર

૧૨.૯ ,,

(11:14 am IST)