Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ભાણવડ : 'ઘુમલીના સ્થાપત્યો' પુસ્તકનું વિમોચન

ભાણવડ : તાલુકાની ઐતિહાસિક અને પુરાતન ઘુમલી છે. તેના પર વિરદેવસિંહ જેઠવા દ્વારા લખવામાં આવેલ પુસ્તક ઘુમલીના સ્થાપત્યોનો વિમોચન કાર્યક્રમ ઘુમલી ખાતે યોજાયેલ. જેમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરાયેલ. જેઠવા રાજાઓની પ્રાચીન નગરી ઘુમલી અને બરડા ડુંગરના ઇતિહાસને ઉજાગર કરતા આ પુસ્તકના લેખક વિરસિંહ જેઠવાએ તેમના પુસ્તકમાં જેઠવા વંશના રાજાઓ અને તેમના સમયમાં આ નગરીની ભવ્યતા તેમજ બરડા ડુંગરના ઇતિહાસને કંડારેલ છે તેમ જણાવેલ. પુસ્તક વિમોચનના આ કાર્યક્રમમાં રાજયમંત્રી હકુભા જાડેજા ઉપરાતં પોરબંદર રાજપુત સમાજના પ્રમુખ રાજભા મનુભા જેઠવા, પાંડાવદર સરપંચ ધર્મેન્દ્રસિંહ જેઠવા, દેવભૂમી દ્વારકા જિ.પં. પ્રમુખ પી.એસ.જાડેજા,ખરેડી સ્ટેટના કુમાર, રાજકોટ ડીડીઓ ધર્મરાજસિંહ વાઘેલા, ભાણવડ રાજપુત સમાજના પ્રમુખ વિજયસિંહ વાળા, દિલીપસિંહ જેઠવા જામનગર અને લોકસાહિત્યકાર માલદેભાઇ આહિર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:11 am IST)