Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કોટડાસાંગાણીનાં દેતડીયામાંથી નાસતો ફરતો શખ્સ ઝડપાયો

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી, તા. ૨૩: કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનના દેતડીયા ગામેથી દ્વારકા પો.સ્ટે. ગુન્હામાં નાસતા ફરતા આરોપી હરપાલ જીલુભા ધાધલ રહે. દેતળીયા તા.કો. સાવાળાને પકડવાનો બાકી હતો. જેની તપાસમાં દ્વારકા પો.સ્ટે.ની પોલીસ કોટડાસાંગાણી પોલીસને આરોપી પકડવામાં મદદ માંગતા આકામે આવી શ્રી બલરામ મીણા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી રાજકોટ ગ્રામ્ય તથા પી.એ.ઝાલા સાહેબ આ અંગે કોટડાસાંગાણી પોલીસ સ્ટેશને અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા આરોપી હરપાલ જીલુભાઇ ધાધલ દેતડીયા  મુકામેથી ઝડપથીને દ્વારકા પોલીસને સોંપેલ છે.

આ કામગીરી પોલીસ કર્મચારી વી.કે. ગોલપોટકર પોલીસ સબ ઇન્સપેકટર, ક્રિપાલસિંહ રાણા પોડ હેડ કોન્સ., વિશ્વરાજસિંહ જાડેજા પો.કોન્સ. રીઝવાનભાઇ સીંજાત પો.કોન્સ. અમીતભાઇ સુરૂ પો. કોન્સ.એ કરી હતી.

(11:09 am IST)