Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

મોરબીમાં કૃષિ બિલની સમજ આપવા બ્રિજેશભાઇનો પ્રવાસ

મોરબી :   કેન્દ્ર સરકારે કૃષિલક્ષી ત્રણ કાયદાઓ પસાર કર્યા છે જેનો વિરોધ પક્ષો દ્વારા થઇ રહેલ વિરોધની સામે ખેડૂતોને ત્રણેય કૃષિ કાયદાથી થનાર લાભથી વાકેફ કરવા સાથે જ ભાજપ સંગઠનના ભાગરૂપે પેજ સમિતિની રચના કરી પેજ પ્રમુખ બનાવવા કાર્યવાહી કરવા મોરબી-માળિયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને યુવા ભાજપના ઉપપ્રમુખ અજયભાઈ લોરિયાએ વાઘપર, ગાળા, પંચવટીનગર અને પીલુડી સહિતના ગામોની મુલાકાત લીધી હતી.જે ગામોના પ્રવાસમાં બ્રિજેશ મેરજાએ ખેડૂતોને કૃષિ કાયદા અંગેની ભારતીય સરકારની નીતિ અને નિયત સાફ હોય ખેડૂતોના હિતમાં કાયદા કરવામાં આવ્યા છે તેમ જણાવી વિરોધ પક્ષ માત્ર વિરોધ કરવા જ ખેડૂતોને ગુમરાહ કરી રહ્યાનું કહ્યું હતું વડાપ્રધાન મોદી ૨૫ ડીસેમ્બરના રોજ બપોરે ૧૨ વાગ્યે કૃષિ કાયદા અને ખેડૂતોને અપાતા વિશેષ લાભો બાબતે ખાસ ઉદબોધન કરનાર હોય જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અજયભાઈ લોરિયાએ પેજ પ્રમુખ અને પેજ સમિતિના આવશ્યકતા અંગે કાર્યકર્તાઓને જાણકારી આપી હતી આ તકે વાદ્યપર ગામના સરપંચ કેશુભાઈ, પંચવટીનગરના ખીમજીબાપા, ગાળાના ભગવાનજીભાઈ, પીલુડી ગામના ક્ષત્રીય આગેવાનો આ બાબતને આવકારી ખેડૂતોને ગુમરાહ ના થવા તેમજ પેજ સમિતિની કામગીરીમાં જોડાવવા ખાસ લાગણી વ્યકત કરી હતી. ખેડૂતોને કૃષિ બિલની સમજ અપાઇ તે તસ્વીર.

(11:08 am IST)